મંગળવાર, 1 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑગસ્ટ 2021 (10:15 IST)

VNSGU એ અફઘાની વિદ્યાર્થીઓની મદદ માટે હાથ લંબાવ્યો, કહ્યું- ફી માફ, હોસ્ટેલ ફ્રી, સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ધ્યાન રાખીશું

અફઘાનિસ્તાનમાં ચરમપંથી સંગઠન તાલિબાનના કબજા બાદ વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટી સુરતમાં અભ્યાસ કરનાર અફઘાની વિદ્યાર્થીઓની ચિંતા વધારી છે. તેમને ડર છે કે તેમનો આગલનો અભ્યાસ કેવી રીતે પૂર્ણ થશે. સાથે જ તેમને એ વાતની ચિંતાને છે કે તેમના પરિજનો કેવા હશે. તેમની આ મુશ્કેલીઓનો ઉકેલ શોધવા માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટી વહિવટીતંત્રએ વિદ્યાર્થીઓ માટે કરી છે અને તેમને આશ્વાસ્ત કર્યા છે તેમને દરેક સંભવ મદદ કરવામાં આવશે. જેથી તેમના અભ્યાસ પર કોઇ નહી પડે. 
 
તમને જણાવી દઇએ કે વીએનએસજીયુની વિભિન્ન કોલેજોમાં અફઘાનિસ્તાનના 7 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની મુશ્કેલી એ છે તેમના દેશની જે સ્થિતિ છે તેને જોતાં આગળના અભ્યાસ માટે આર્થિક સમસ્યા આવી શકે છે. કારણ કે તેમના પરિજનો સાથે પણ સંપર્ક થઇ શકતો નથી. કુલપતિ કિશોર ચાવડાનું કહેવું છે કે તેમણે સાંસદ સીઆર પાટીલ સાથે વાત કરી છે. તેમણે આશ્વસ્ત કર્યા છે કે ઘણા દાનદાતાને વિદ્યાર્થીઓની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પર અન્ય કેટલો ખર્ચ થશે તેની યાદી બનાવવામાં આવે.  
 
તેમા આધારે સિંડિકેડમાં મુદ્દો રાખીને તેની પાસ કરાવવામાં આવે. કિશોર ચાવડાએ કહ્યું કે યૂનિવર્સિટી આ વિદ્યાર્થીઓનો ખર્ચ ઉઠાવશે, જ્યાં સુધી અફઘાનિસ્તાન સંબંધિત તેમની સમસ્યાનું સમાધાન ન થઇ જાય. યૂનિવર્સિટી વહિવટીતંત્રએ એ પણ કહ્યું કે જે વિદ્યાર્થીઓને સીધા તેમના માતા-પિતા અથવા પરિવારના લોકો સાથે સંપર્ક થઇ શક્યો નથી અથવા પછી તેમને કોઇપણ સમસ્યા છે તે વિદેશ મંત્રાલય સથે સંપર્ક કરીને તેમના પરિજનો સથે વાત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે, જેથી એ સ્પષ્ટ થઇ શકે કે અહીં રહેનાર વિદ્યાર્થીઓના પરિવારમાં તમામ સુરક્ષિત છે. 
 
અફઘાની વિદ્યાર્થીઓએ જણાવ્યું કે યૂનિવર્સિટીની પ્રશંસા કરતાં કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ જોતાં કોઇપણ પ્રકારની ચિંતાની જરૂર નથી. તેમને પ્પુરતી મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ દેશમાં જે સ્થિતિ છે તેને જોતાં હવે અભ્યાસમાં મન લાગી રહ્યું નથી. એટલા માટે જલદી થી જલદી પોતાના પરિવારને મળવા માંગે છે. પરંતું ત્યાં તેમને ખતરો છે. એટલા માટે તે ઇચ્છે છે કે તેમના પરિવારના લોકો અહીં આવી જાય,  એટલા માટે પણ તેમણે ભારત સરકાર અને યૂનિવર્સિટી વહિવટીતંત્ર સાથે વાત કરી છે.