રવિવાર, 14 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (09:31 IST)

30 વર્ષ પછી ફરીથી એમબીબીએસ કોર્સમાં એડમિશન માંગનાર વ્યક્તિને કોર્ટે આપ્યો ઠપકો

ગુજરાત હાઈકોર્ટે ત્રણ દાયકાથી વધુ સમય પછી એમબીબીએસ કોર્સમાં ફરીથી પ્રવેશ મેળવવાની માંગ કરતી 50 વર્ષીય વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે બુધવારે તેને ઠપકો આપ્યો અને કહ્યું કે અરજદારને તેમની ઈચ્છા મુજબ કામ કરવાની અને લોકોના જીવન સાથે રમવાની છૂટ આપી શકાય નહીં.
 
જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની કોર્ટ કંદીપ જોષીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેણે 1988માં બરોડા મેડિકલ કૉલેજમાં બીજા વર્ષની MBBS પરીક્ષા આપી હતી અને બાદમાં અંગત કારણોસર અભ્યાસક્રમ અધવચ્ચે છોડી દીધો હતો.
 
જોશીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અરજદાર, જે હાલમાં કોઈ અન્ય વ્યવસાયમાં છે, તે તેનો MBBS અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને તે જ કોલેજમાં પરીક્ષા આપવા માંગે છે જ્યાં તે 30 વર્ષથી વધુ સમય પહેલા અભ્યાસ કરતો હતો. કોર્ટ જાણવા માંગતી હતી કે અરજદારે જીવનના આ તબક્કે MBBSનો કોર્સ કેમ ચાલુ રાખવો જોઈએ.
 
અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, ધારો કે (આવા પ્રવેશ માટે) આવો કોઈ નિયમ નથી. તેમ છતાં, તમે જે ઇચ્છો તે કરવા માટે તમને મંજૂરી આપી શકાતી નથી, ખાસ કરીને જ્યારે તમે લોકોના જીવન સાથે રમવા જઈ રહ્યા હોવ.
 
જ્યારે જોશીના વકીલે દલીલ કરી કે અરજદાર પરીક્ષામાં આપતાં પહેલા ત્રીજા વર્ષના અભ્યાસક્રમનો અભ્યાસ કરવા ઇચ્છુક છે, ત્યારે કોર્ટે કહ્યું કે આવી પરવાનગી આપી શકાય નહીં.