મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (13:03 IST)

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ બાદ AMCના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા પણ ભાજપમાં જોડાયા

અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે દિનેશ શર્માએ ભાજપના પક્ષ પ્રમુખ પાટીલ સાથેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. રાજીનામું આપતાં પહેલાં દિનેશ શર્માએ જણાવ્યું કે, ‘હું દિનેશ શર્મા આજરોજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદના પરથી રાજીનામું આપુ છું. અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારી પરથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની કાર્ય પ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલ રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સકારાત્મક સૂચનો કરતો આવેલ છું. છતાં પણ પરિણામ શૂન્ય જ રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગે આગળ વધી રહ્યો છું.’દિનેશ શર્મા કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી નારાજ હતાં. ત્યારે 21મી ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીને ટેગ કરીને તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસનો આંતરિક ડખો અને રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ સોશિયલ મીડિયા પર શાયરી પોસ્ટ કરીને કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાક્યું હતું.એક વર્ષ પહેલાં AMCના વિપક્ષના પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યું હતું. એ સમયે તેમણે કહ્યું હતું કે મેં પાર્ટીના હિતમાં સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. કોઈના કહેવાથી રાજીનામું આપવા માટે હું બંધાયેલો નથી. પાર્ટી હાઈકમાન્ડે મને નેતા બનાવ્યો હતો અને તેના કહેવાથી હું રાજીનામું આપું શકું છું, જેથી મેં આ રાજીનામું આપ્યું છે. કોઈના દબાણમાં આવીને રાજીનામું નથી આપ્યું.