બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (15:40 IST)

વડોદરામાં ભાભી સાથે હોટેલમાં ગયા બાદ યુવાને બાથરૂમમાં ફાંસો ખાધો

suicide case
suicide case
- યુવતી મૃતક પૃથ્વીની કૌટુંબિક ભાભી હોવાનું પણ ખુલ્યું
- પરિવારે તેમના દીકરાની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો
- કૌટુંબિક ભાભીને ઘરે લઈ જવા માટે જીદે ભરાયો હતો


વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી અયાંશ હોટેલના રૂમના બાથરૂમમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવક સાથે કોઈ યુવતી પણ હોટલમાં હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ યુવતી મૃતક પૃથ્વીની કૌટુંબિક ભાભી હોવાનું પણ ખુલ્યું છે.

પોલીસે યુવતીની પૂછપરછ કરીને આત્મહત્યાની થિયરીથી તપાસ શરૂ કરી છે. પરિવારે તેમના દીકરાની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.વડોદરા નજીક આવેલા કરચિયા ગામમાં રહેતો 24 વર્ષીય યુવક પૃથ્વી ગાંધી તેની કૌટુંબિક ભાભીના પ્રેમમાં પડ્યો હતો. તેના કૌટુંબિક ભાભીને બે સંતાનો હતા.આ મામલે બે પરિવારો વચ્ચે પણ તિરાડ પડી ગઈ હતી.

ગઈકાલે ગુરૂવારે બપોરે પોણા બે વાગ્યાની આસપાસ પૃથ્વી તેની કૌટુંબિક ભાભીને લઈને છાણી વિસ્તારમાં આવેલી અયાંશ હોટેલમાં ગયો હતો. જ્યાં બંને વચ્ચે ખૂબ ચર્ચા થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૃથ્વી તેની કૌટુંબિક ભાભીને ઘરે લઈ જવા માટે જીદે ભરાયો હતો અને કહ્યું હતું કે, તું મારી સાથે મારા ઘરે ચાલ. જોકે, બે સંતાનો હોવાથી તેની ભાભીએ ના પાડી દીધી હતી. જેથી ખોટું લાગી આવતા પૃથ્વી હોટેલના બાથરૂમમાં જતો રહ્યો હતો. જ્યાં પોણા પાંચ વાગ્યાની આસપાસ ગળેફાંસો ખાઈને તેણે આપઘાત કરી લીધો હતો.થોડીવાર સુધી પૃથ્વી બહાર ન આવતા યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી હોટેલનો સ્ટાફ રૂમમાં દોડી ગયો હતો અને ફતેગંજ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતકનો પરિવાર પણ દોડી ગયો હતો.