સોમવાર, 11 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત, , શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (13:25 IST)

સુરતમાં ઓનલાઇન ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ, 3 બુકીઓ ઝડપાયા, 5 વોન્ટેડ

surat news
surat news


- સટ્ટો રમાડતા હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી
- ‘પાનવાડી પાન સેન્ટર’ નામની દુકાનમાં રેડ
- પોલીસે વેસુમાંથી કુલ 3 બુકીને પકડ્યા છે અને 5 શખસને વોન્ટેડ જાહેર કર્યા
 
 શહેરમાં ક્રાઇમબ્રાન્ચે ઓનલાઇન ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, કસીનો, ટેનિસ સહિત વિવિધ ઓનલાઇન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે વેસુમાંથી કુલ 3 બુકીને પકડ્યા છે અને 5 શખસને વોન્ટેડ જાહેર કર્યા છે.જેમાં સુરતનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.  
 
સટ્ટો રમાડતા હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાંચની ટીમોએ વેસુ VIP રોડ પર ‘પાનવાડી પાન સેન્ટર’ નામની દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો શખસ તેના મળતીયા માણસો મારફતે મોબાઇલ ફોનમાં ઓનલાઇન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે, ક્રિકેટ, કસીનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી.
 
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો
આરોપીઓ પાસેથી પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ 4.30 લાખના ફોન નંગ-5 મળી આવ્યા હતા. જે મોબાઇલ ફોન ચેક કરતા Vmgs365.co નામની વેબસાઇટ મળી આવી હતી. આ વેબસાઇટ બાબતે આરોપીઓની ઝીણવટભરી રીતે પુછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરે અજાણ્યા શખસ પાસેથી સીમકાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદે આ સીમકાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઇન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા. જેને લઇ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
સટ્ટા માટે બુકીઓ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા
સટ્ટો રમાડવા માટે બુકીઓએ સુવ્યવસ્થિત નેટવર્ક બનાવ્યું હતું. સટ્ટા માટે બુકીઓ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા. આ રાજ્ય વ્યાપી રેકેટનો મુખ્ય સુત્રધાર સુરતનો ગજાનંદ ટેલર હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, મહેસાણા અને પાટણના પાંચ બુકી પણ રેકેટમાં સામેલ હતા. જોકે જે તમામ ફરાર છે. આ રેકેટમાં અન્ય આરોપીઓ ચીનાંશુ ગોઠી તથા હીરલ દેસાઇને ઓનલાઇન ગેમની વેબસાઇટ સંભાળવા માટે પગાર અને કમિશન ઉપર રાખવામાં આવ્યા હતા.