સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (13:45 IST)

તબીબી શિક્ષકો બાદ હવે રેસિડેન્ટ ડોકટરો મેદાને, ઓપીડી અને ઇમરજન્સી સેવા બંધ થતાં દર્દીઓની મુશ્કેલીઓ વધી

દેશમાં ધીમે ધીમે દેશભરમાંઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિએન્ટ કેસ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ વચ્ચે હવે દર્દીઓને ડોક્ટરની દેખરેખ માટે મેડિકલ સ્ટાફની ખૂબ જરૂર પડે છે. ત્યારે રાજ્યભરના તબીબી શિક્ષકો બાદ હવે અમદાવાદમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરો મેદાને ઉતર્યા છે. પીજી મેડિકલ પ્રવેશ મુદ્દે નિર્ણય ન લેવામાં આવતા અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. જેના પગલે આરોગ્ય વિભાગની મુસીબત વધવાના એંધાણ છે.
 
બી.જે.મેડિકલ કોલેજનાં જુનિયર ડોક્ટર એસોસિએશને કાલે આવેદનપત્ર આપ્યું હતું અને આજથી OPD સેવા અને સાંજ પછી ઈમરજન્સી-કોવિડ સેવાથી અળગા રહેવાની ચેતવણી આપી દીધી છે. હાલ હોસ્પિટલોમાં પીજી રેસિડેન્ટની પ્રથમ બેચ ન હોવાને લીધે રેસિડેન્ટ ડોક્ટરોની ઘટ પડી રહી છે. જેથી જુનિયર નોન એકેડમિક રેસિડેન્ટ હંગામી ધોરણે મૂકવા માટે રજૂઆત કરાઈ હતી. હવે આ હળતાળનાં પગલે હોસ્પિટલમાં દર્દીઓની કતાર જોવા મળી રહી છે. દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવાનો સમય આવી ગયો છે.
 
કોરોના મહામારીમાં આપણા ફ્રન્ટ લાઇન વર્કર્સે રાત-દિવસ એક કરીને દર્દીઓની સેવા કરી છે. જો તે સમયે ડોક્ટર ન હોત તો શું તકલીફ થઇ હોત તે સમજી શકાય છે. રેસિડન્ટ તબીબોનું કહેવુ છે કે, જુનિયર તબીબોને પણ કામગીરી સોંપવામા આવી જોઇએ. જો કે આ પહેલા હોસ્પિટલ તંત્રને આ અંગે જાણ કરવામા આવી પરંતુ તેમના દ્વારા માંગણીઓ ન સ્વીકારવામાં આવતા તેઓ હળતાળ પર ગયા છે. રેસિડેન્ટ તબીબોએ તાત્કાલિક વિભાગની કામગીરીનો પણ બહિષ્કાર કર્યો છે. ઓમિક્રોનનાં વધતા કેસો સામે હળતાળ હવે એક ચિંતાનો વિષય બન્યો છે.
 
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની 4 પડતર માગણીઓ : 
1. NEET પીજી કાઉન્સેલિંગ પાછળ ઠેલાતા રેસિડેન્ટ ડોકટરોની અછત પુરી કરવા નવા રેસિડેન્ટની ભરતી ના થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોકટરોની ફાળવણી કરવી
2. સિનિયર રેસિડેન્સશીપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. 
3. યુજી, પીજી અને સુપરસ્પેશિયાલિટી રેસિડેન્ટ ડોકટર્સ માટે સળંગ બોન્ડ પદ્ધતિ લાગુ કરવામાં આવે
4. બોન્ડેડ તબીબોની નિમણુંક તથા કામગીરીની ફાળવણી તેમની સ્પેશિયાલિટી મુજબ કરવામાં આવે