ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વારાણસી. , મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (13:23 IST)

વિશ્વનાથના લોકાર્પણ પહેલા ઉભો થયો વિવાદ, મસ્જિદને પણ કેસરિયા રંગ લગાવતા ઉભો થયો વિવાદ

વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ પહેલા નવો વિવાદ ઉભો થયો છે. બુલાનાલામાં માર્ગ કિનારે સ્થિતિ એક મસ્જિદને ભગવા રંગથી રંગી દેવામાં આવ્યો છે. મસ્જિદના સંચાલકનુ કહેવુ છે કે પૂછ્યા વગર વારાણસી નગર નિગમે પોતાની મનમાની કરી છે. મસ્જિદનો રંગ સફેદથી કેસરીયા કરી નાખ્યો છે. 
 
બીજી બાજુ વારાણસી સરકારનુ કહેવુ છે કે આ કોઈ ધાર્મિક ભાવનાથી પ્રભાવિત થઈને નથી કર્યો પણ એકરૂપતા માટે માર્ગ કિનારાની બધી બિલ્ડિંગસને એક રંગમાં રંગી છે.  જો સમસ્યા આવે છે તો મસ્જિદને ફરીથી ઓરિજિનલ રંગમાં પેંટ કરી દેવામાં આવશે. 
 
અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીના જોઈંટ સેક્રેટરી સૈયદ મોહમ્મદ યાસીને જણાવ્યુ કે પૂછ્યા વગર મસ્જિદનો રંગ બદલવો એકદમ ખોટુ છે. આવી મનમાની અને નાસમજીથી સ્થિતિ બગડી શકે છે. મસ્જિદનો રંગ મોટાભાગે સફેદ કે લીલો હોય છે.  અમે તેને લઈને જિલ્લાધિકારી સહિત અન્ય અધિકારીઓ સામે અમારો વાંધો બતાવ્યો છે. અમને આશ્વાસન મળ્ટ્યુ છે કે મસ્જિદ જે રંગમાં હતી એ જ રંગમા પરત રંગી  નાખવામાં આવશે. 
 
શ્રીકાશી વિશ્વનાથ મંદિરના એક્ઝિક્યુટિવ ઓફિસર અને વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટીના સેક્રેટરી સુનીલ વર્માએ કહ્યું કે હાલમાં અમને કોઈ લેખિત વાંધો મળ્યો નથી. મસ્જિદને કેસરી રંગથી રંગવામાં આવી નથી. મૈદાગીનથી ગોદોલિયા સુધીની તમામ ઈમારતો પર જે સામાન્ય કલર કરવામાં આવ્યો છે તે ત્યાં પણ કરવામાં આવ્યો છે. અમે આ પ્રકરણ નું સ્ક્રીનીંગ કરી રહ્યા છીએ અને તે પહેલાની જેમ પૂર્ણ કરીશું.
 

સુનીલ વર્માએ કહ્યું કે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રોડની બંને બાજુએ આવેલી ઈમારતની સુંદરતા માટે કલર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, ચુનારના લાલ પથ્થરની જેમ આકર્ષક દેખાવ માટે તે જ રીતે તેનો કલર  કરવામાં આવી રહ્યો છે. આ રંગ કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યો નથી. મસ્જિદના રંગને લગતો મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
 
પીએમ નરેન્દ્ર મોદી શ્રીકાશી વિશ્વનાથ મંદિરના ઉદ્ઘાટન માટે 13 ડિસેમ્બરે વારાણસી આવવાના છે. ધામના ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને આ દિવસોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ ધામ તરફ જતા રસ્તા પર ખાસ ધ્યાન રાખીને તેને શણગારવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત આ દિવસોમાં મૈદાગીનથી ચોક સુધીના રોડની બંને બાજુ આવેલી ઈમારતોને એક રંગમાં રંગવામાં આવી રહી છે. ડાઇંગ અને પેઇન્ટિંગની પ્રક્રિયામાં, બુલાનાલા ખાતેની મસ્જિદનો રંગ પણ સફેદથી બદલીને ઓચર કરવામાં આવ્યો હતો.