શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (10:13 IST)

દાંતામાં માલિકના આકસ્મિક નિધન બાદ પાળેલા કૂતરાંએ અન્નજળનો ત્યાગ કરી એક સપ્તાહમાં જ દેહ છોડ્યો

દાંતામાં એક યુવકનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ તેમના પાળેલા કૂતરાએ ખોરાક લેવાનું છોડી દીધુ હતુ. અને સપ્તાહ બાદ કૂતરાએ દેહ છોડી દીધો હતો. પરિવારજનો યુવક અને સભ્ય સમાન કૂતરાની અણધારી વિદાયથી બેવડા આઘાતમાં સરી પડ્યા છે.દાંતામાં પાળેલા કૂતરાએ માલિક પ્રત્યેની અબોલ લાગણી અને વફાદારી નિભાવતાં માલિકના અવસાન બાદ એક સપ્તાહમાં તેમની પાછળ દેહ છોડ્યો હોવાનો લાગણીસભર કિસ્સો બનવા પામ્યો છે. આ અંગે પરિવારના મોભી શૈલેષજી ડાહ્યાજી રાઠોડ (ઠાકોર)એ જણાવ્યું કે, અમારા મોટાભાઇ પ્રવિણજી રાઠોડનું 15 દિવસ અગાઉ હાર્ટ એટેકથી નિધન થયું હતુ. તેમની સ્મશાનયાત્રા નીકાળવામાં આવી ત્યારે પાંજરામાં પુરેલો પાળેલો કુતરો ટોમી ખુબ ભસ્યો હતો. જોકે, તે પછી ભસવાનું બંધ કરી દીધું હતુ. તેમજ પાણી કે ખોરાક લેવાનું પણ બંધ કરી દીધુ હતુ. ડોકટર બોલાવી સારવાર કરાવી હતી. પરંતુ ભાઇના નિધન પછી એક સપ્તાહમાં જ તેમનો વિરહ સહન ન થતાં ટોમીએ પણ દેહ છોડી દીધો હતો.મોટાભાઇ અને અમારા પરિવારના સભ્ય સમાન ટોમીની અણધારી વિદાયથી કારમો આઘાત અનુભવીએ છીએ.પ્રવિણજીના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. તેમણે જર્મન જાતિના કૂતરાનું ચાર માસનું ગલુડીયું લાવીને મોટુ કર્યુ હતુ.બંને જણાં એક લાગણીના તાંતણે બંધાયા હતા.