ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 જૂન 2021 (08:57 IST)

CBSE Class 12 Exam Cancelled થતા ઘોરણ 12 બોર્ડની પરીક્ષા લેવી કે નહી તે અંગે આજે થશે નિર્ણય

સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે મંગળવારે જ ગુજરાત બોર્ડે ધોરણ 12 બોર્ડઅને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવાશે. 
 
સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં. હવે ગુજરાત સરકારે એ પહેલા જ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તો હવે પરીક્ષા લેવી કે કેમ તે અંગે ખુદ રાજ્ય સરકાર અસમંજસમાં ફસાઈ ગઈ છે. આજની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ફેર વિચારણાની નિર્ણય લેવામાં આવી શકે છે. 
 
મંગળવારે ગુજરાત બોર્ડે કરેલા નિર્ણય પ્રમાણે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10 બોર્ડના રિપીટરની પહેલી જુલાઈથી પરીક્ષા યોજાશે. સાયન્સમાં પહેલી જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે.
 
વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
 
સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે. જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે. જો કે આ પરીક્ષા યથાવત રાખવી કે રદ કરવી તે અંગે આજે મળનારી કેબિનેટ બેઠકમાં લેવાશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBSE ની પરીક્ષા રદ કરવાના આપેલા આદેશ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ ફેરવિચારના કરી શકે છે,
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના જીવ જોખમમાં મૂકી પરીક્ષા ના લેવા માટે નું કારણ રજૂ કર્યા બાદ ગુજરાત નું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને વડાપ્રધાન ની અપીલ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા લેવી કે ના લેવી તેવી અસમનજસ ની સ્થિતિ મા મુકાઈ ગયું છે, કેમકે શિક્ષણ બોર્ડ મંગળવારે જ ધોરણ 10 ના રિપીટર અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો હતો. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ માં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને સૂત્રોના જણાવ્યા અનુસાર આવતી કાલે મળનારી કેબિનેટ ની બેઠકમાં વડાપ્રધાન ની અપીલ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સમીક્ષા અને વાલી, વિદ્યાર્થીઓ તથા શાળા સંચાલકો ના મંતવ્યો ના આધારે ફેર વિચારણા કરી શકે છે.