બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (14:40 IST)

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ નહીં થાય વિદ્યાર્થીઓ ઘણા વિષયમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદ કરી શકશે

કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણમાં અનેક નવા સુધારા-વધારા સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી દેવાઈ છે અને તબક્કાવાર તેનો અમલ પણ શરૃ કરી દેવાયો છે. જો કે ગુજરાત બોર્ડે એવી સ્પષ્ટતા કરી છે કે નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. તેમાં માત્ર પરીક્ષા-માળખામાં સુધારા કરાશે.હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે સુધારણા કરવાનું સૂચવવામા આવ્યુ છે. 
 
એક મુખ્ય પરીક્ષા અને એક સુધારણા માટે પરીક્ષા હશે
વર્તમાન મૂલ્યાંકનવ પ્રણાલીની હાનિકરક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃ રચના કરવામા આવશે. વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિગત હિતોને આધારે ઘણા વિષયોમાંથી બોર્ડની પરીક્ષાના વિષયોની પસંદગી કરી શકશે. બોર્ડની પરીક્ષાઓને સરળ બનાવવામા આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું વર્ષ બગડવાના સંકટને દૂર કરવા બધા વિદ્યાર્થીઓ કોઈ પણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે. એક મુખ્ય પરીક્ષા અને એક સુધારણા માટે પરીક્ષા હશે.
 
વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના વિષયો પસંદગી કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લઇને કેટલાક ખુલાસા કર્યા છે જેમાં જણાવ્યું છે કે હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતોને દૂર કરવા માટે સુધારણા કરવામાં આવશે.બોર્ડની પરીક્ષાના માળખાની પુનરચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમના વ્યક્તિગત હિતોને આધારે ઘણા વિષયોમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદગી કરી શકશે.
 
 
બોર્ડની પરીક્ષાને પણ સરળ બનાવવામાં આવશે
બોર્ડની પરીક્ષાને પણ સરળ બનાવવામાં આવશે. સરળ એટલે કે કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા કરશે. કોઈપણ વિદ્યાર્થી સ્કૂલમાં જઈ રહ્યો છે અને સ્કૂલમાં અધ્યન માટે પ્રયત્ન કરી રહ્યો છે તે વધારાના પ્રયત્નો વગર બોર્ડની પરીક્ષા પાસ કરી શકશે. વર્ષ ના બગડે તે માટે વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા આપી શકશે.એક પરિક્ષા મુખ્ય પરીક્ષા અને એક સુધારણા પરીક્ષા થશે.