મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (09:02 IST)

ધોરણ 10માં બેઝિક ગણિત અને ધો.12માં કેમિસ્ટ્રી પેપર સરળ, 3 વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા

ગુજરાત શિણ બોર્ડની ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા માં આજે ત્રીજા દિવસે ધો.10નું બેઝિક ગણિત અને 12 સાયન્સનું કેમિસ્ટ્રીનું પેપર એકંદરે સરળ રહ્યુ છે. જો કે બેઝિક ગણિતના પેપરમાં બે વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા હતા અને ૯ જેટલા કોપી કેસ નોંધાયા છે અને 12 સાયન્સની પરીક્ષામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો છે.
 
પેપર ઘણુ સરળ રહેવાનો રીવ્યુ મળ્યો હતો
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષથી ધો.10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પેપરની પદ્ધતી લાગુ કરવામા આવી છે ત્યારે બેઝિક ગણિતની પરીક્ષા હતી.જેમાં નોંધાયેલા 800301 વિદ્યાર્થીમાંથી ૩૦૨૨૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્ય હતા અને 770075 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. બેઝિક ગણિતનું પેપર એકંદરે ખૂબ જ સરળ રહ્યુ હતું. ગણિતના પેપરમાં જ્યાં અગાઉ સંવેદનશિલ કેન્દ્રોમાં ધૂમ ચોરી થતી હતી તેવા સેન્ટરોમાંથી પણ પેપર ઘણુ સરળ રહેવાનો રીવ્યુ મળ્યો હતો.ઉપરાંત અગાઉ જ્યાં ગણિતમાં 25થી 30 કોપી કેસ નોંધાયા હતા ત્યારે બુધવારે 8થી 10 જેટલા કેસ નોંધાયા છે. 
 
આ વર્ષે 100માંથી 100 માર્કસ લાવનારાની સંખ્યા ખૂબ જ વધશે
ધો.10માં બેઝિક ગણિતનું પેપર ખૂબ જ સરળ રહેતા આ વર્ષે 100માંથી 100 માર્કસ લાવનારાની સંખ્યા ખૂબ જ વધશે અને રિઝલ્ટ પણ ઊંચુ આવશે. 6.64 લાખમાંથી લગભગ  8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતની પરીક્ષા આપી છે.બેઝિક ગણિતમાં અમદાવાદ ગ્રામયમાં નારણપુરાની એક સ્કૂલમાં કોપી કેસ નોંધાયો હતો.આ ઉપરાંત જામનગર,મોરબી, પોરબંદર, દાહોદ અને સાબરકાંઠામાં એક-એક ગેરીરિતનો કેસ નોંધાયો હતો.બેઝિક ગણિતના પેપરમાં અમદાવાદ ગ્રામ્યમાં ધંધુકા અને માંડલના કેન્દ્રમાં એક-એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો.આ ઉપરાંત રાજકોટના પણ એક કેન્દ્રમાંથી એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો. 
 
કેમિસ્ટ્રીનું પેપર એકંદરે સરળ રહ્યુ હતુ
ધો.12 સામાન્ય પ્રવાહમાં બુધવારે ગૃહજીવન,કૃષિવિદ્યા,પશુપાલન સહિતના વિષયોની પરીક્ષા હતી.જે 2450 વિદ્યાર્થીએ આપી હતી. આર્ટસમાં તત્વજ્ઞાન વિષયની પરીક્ષા 102465 વિદ્યાર્થીમાંથી 99752 વિદ્યાર્થી આપી હતી. બપોરના સેશનમાં ધો.12 સાયન્સમાં કેમિસ્ટ્રી વિષયની પરીક્ષા હતી. કેમિસ્ટ્રીનું પેપર એકંદરે સરળ રહ્યુ હતુ પરંતુ એવરેજ વિદ્યાર્થીઓને એમસીક્યુ થોડા અઘરા લાગ્યા હતા.કેમિસ્ટ્રીમાં 106253 વિદ્યાર્થીમાંથી 1546 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.કેમિસ્ટ્રીમાં અમદાવાદ શહેરની મણિનગરની કુમકુમ વિદ્યાલયના કેન્દ્રમાંથી એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો.જેની સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો હતો.