1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 ઑક્ટોબર 2022 (15:57 IST)

મોરબીની દુર્ઘટના બાદ અમદાવાદનું તંત્ર એલર્ટ,અટલ બ્રિજ પર હવેથી દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ

features of the Atal Bridge
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બનતા હવે જાહેર સ્થળો પર મર્યાદિત લોકો એક સમયે રહે તેના માટેના નિર્ણયો લેવાના શરૂ થયા છે જેમાં અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અટલ બ્રિજ પર હવે એક કલાકમાં માત્ર 3000 મુલાકાતથીઓ જ પ્રવેશ મેળવી શકશે તેનાથી વધારે એક પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને અટલ બ્રિજ મજબૂત હોવા છતાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મોરબીના ઝુલતા પુલ તૂટવાની ઘટના બાદ હવેથી અટલ બ્રિજ પર મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. અટલ બ્રિજ ની હાલની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એક સાથે 12000 લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે પરંતુ લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને હવેથી દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. અટલબિજનું સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત છે પરંતુ સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકોને અપીલ છે કે જો 3,000 થી વધારે લોકો થઈ જાય તો થોડા સમય લોકો બહાર નીકળી જાય ત્યારબાદ અંદર પ્રવેશ મેળવે તેટલો સહકાર તંત્રને આપવામાં આવે.