મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (10:49 IST)

બે વર્ષ બાદ આજથી શરૂ થશે તરણેતરનો મેળો પણ પશુઓ પર પ્રતિબંધ

tarnetar fair
કોરોનાકાળ બાદ બે વર્ષ બંધ રહેલો તરણેતરનો મેળો આ વર્ષે આ મેળાને ઉજવવા માટે વહીવટી તંત્ર એ જ્યારે મંજૂરી આપી છે, ત્યારે તરણેતરિયો મેળો આજથી એટલે કે 30/08/3022 થી 2/9/2022 સુધી યોજાનાર છે. ત્યારે આ મેળામાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને આ મેળાનું મહત્વ વધારે જોવા મળે છે. મેળાના પ્રથમ દિવસે 52 ગજની ધજા ચડાવી અને વર્ષોની પરંપરાગત મુજબ પૂજા અર્ચનાની વિધિ કરી અને મેળાનું વિધિવત પ્રારંભ કરવામાં આવતો હોય છે. 
 
સુરેન્દ્રનગર શહેરમાં 1990 ની સાલથી તરણેતરમાં મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા સુરેન્દ્રનગરથી તૈયાર થઈ અને પાળીયાદના મહંતને અર્પણ કરવામાં આવે છે. ત્યારે ધજાની તમામ પ્રકારની વિધિ પાળીયાદના મહંત કરી અને 52 ગજની ધજા ત્રિનેત્રસ્વર મહાદેવને ચડાવી અને મેળાનો શુભારંભ કરવામાં આવે છે.
 
છેલ્લા 14 દિવસથી દિન રાત મહેનત કરી અને 1400 અને ચાર ઇંચની 52 ગજની 36 મીટર અવનવા કાપડ સાથે ધજા તૈયાર કરવામાં આવે છે. જે તરણેતરના મેળામાં નેતેશ્વર મહાદેવજીના મંદિર ખાતે આ ધજાને ચડાવવામાં આવે છે. ત્યારે આજે સુરેન્દ્રનગરમાં સ્વામિનારાયણ ડેલામાં રહેતા પ્રફુલભાઈ નાનજીભાઈ સોલંકી તેમજ કેયુરભાઈ પ્રફુલભાઈ સોલંકી પિતા પુત્ર આજે પાળીયાદ ખાતે નિર્મળાબા મહંતને આ ધજા અર્પણ કરવા માટે ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આજે આ ધજા અર્પણ કરવામાં આવેલ છે.
 
તરણેતરના મેળામાં 52 ગજની ધજાનું અનોખું આકર્ષણ અને ભક્તિ સાથે મેળાની શરૂઆત કરાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરનું સોલંકી પરિવાર ગૌરવ સમાન ગણાય કે છેલ્લા 33 વર્ષથી ધજાનું નિર્માણ કરી અને અર્પણ કરવામાં આવે છે આ ધજા બનાવવામાં 19 દિવસ રાત દિવસ મહેનત કરવી પડે છે ત્યારે આ 52 ગજની ધજા નું નિર્માણ થાય છે.