વડોદરા-હિંમતનગર- ખંભાત-ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં શાંતિ ડોળવાનો પ્રયાસ, બકરાના વાઢેલા માથા જાહેર માર્ગે ફેંક્યા
છેલ્લા કેટલાક દિવસથી જાણે કોઇને ગુજરાતની શાંતિ ગમતી ન હોય તેમ ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખંભાતમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરાના રાવપુરામાં બાઈક અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં તલવાર સાથે આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. 10 થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરી પથ્થરમારો કરતા 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. તો હિંમતનગર અને ખંભાતમાં રામ નવમીએ શોભાયાત્રામાં હુમલો કરી હિંસા ફેલાવવામાં આવી હતી. ગાંધીનગરના ઈટાદરામાં યુવતીના ફોટા પાડવા બાબતે અથડામણ થઈ હતી. જેમાં આગચંપી અને પથ્થરમારાની ઘટના બની હતી. તો વડોદરાના સાવલીમાં પણ જૂથ અથડામણ બાદ તંગદિલી સર્જાઈ હતી.
છેલ્લા કેટલાક શહેરો ગુજરાતના અનેક શહેરોમાં શાંતિ ભંગ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં ધ્રૂજારી છોડાવી દે તે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગીચ વિસ્તાર તરીકે ઓળખાતા અમરાઈવાડી ભીલવાડા પિસ્તારમાં કોઈએ જાહેર માર્ગ પર પર બકરાના વાઢેલા માથા જાહેરમાં ફેંક્યા હતા. આ બનાવથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
અમદાવાદના અમરાઈવાડી ભીલવાડા વિસ્તારની આ ઘટના છે. જેમાં મૈટૌ પિલ્લર નંબર 62 પાસે દુકાનોની નજીક કોઈ અજાણ્યો શખ્સ બકરાના કપાયેલા માથા રસ્તા પર ફેંકીને જતો રહ્યો હતો. રસ્તા પર કપાયેલી હાલતમાં બકરાના માથા મળતા લોકોમાં અરેરાટી થઈ ગઈ હતી. પસાર થનારા લોકો માટે અહીથી અવરજવર કરવુ પણ મુશ્કેલ બની રહ્યુ હતું. સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.
વહેલી સવારે દુકાનોના માલિક દુકાન ખોલવા પહોચ્યા તો તેમને આ દ્રશ્ય જોવા મળ્યુ હતું. સવારે કપાયેલ હાલતમા બકરાઓના મસ્તક જોવા મળતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેથી સ્થાનિકોએ કોર્પોરેટર જગદીશ રાઠોડને આ અંગેની જાણકારી આપી હતી.
પિલ્લર નંબર 62 પાસેના સ્થાનિક વેપારી પારસમલ જૈને આ અંગે અમરાઈવાડી પોલીસમા અજાણ્યા શખ્સ સામે જાહેરમાં બકરાના કપાયેલ માથા નાંખી જનાર સામે અરજી કરી છે. સાથે જ કોમી સોહાર્દના માહોલને બગાડનાર તત્વો સામે કાર્યવાહી કરવાની રજુઆત કરી છે. તો બીજી તરફ, સ્થાનિક નગરસેવકે મૈટૌની આસપાસ CCTV કેમેરા લગાવવાની પણ માંગ કરી છે.