રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2022 (13:17 IST)

PM મોદીના પ્રવાસ પહેલાં કચ્છના મધાપારમાં હિંસા, યુવકની હતા બાદ ધાર્મિક સ્થળ અને દુકાનોમાં તોડફોડ

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારથી (આજે) બે દિવસની ગુજરાત મુલાકાત પહેલા કચ્છના ભુજ શહેરના માધાપર ગામમાં હિંસાનો મામલો સામે આવ્યો છે. જોકે એક યુવકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ દૂધની ફેરી કરતા યુવક પરેશ રબારીની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પરસ્પર અદાવતના કારણે યુવક પર બજારમાં હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
 
પોલીસના જણાવ્યા અનુસાર ભુજના છેવાડે આવેલા માધાપરના રબારી સમાજના લોકો પરેશ રબારીની હત્યાથી રોષે ભરાયા હતા. અંતિમ સંસ્કારમાંથી યુવક પરત ફર્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ દુકાનો અને ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરી હતી. જો કે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. કચ્છ-પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે જણાવ્યું હતું કે પરિસ્થિતિ કાબૂમાં છે. આ અંગે અત્યારે વધુ કંઈ કહી શકું તેમ નથી.
 
આ સાથે પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સાથે બંને જૂથની ફરિયાદો નોંધવામાં આવી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાસ્તવમાં માધાપર ભૂકંપ પીડિતોની યાદમાં બનાવવામાં આવેલા 'સ્મૃતિ વન' સ્મારકથી માત્ર ચાર કિલોમીટર દૂર છે, જેનું રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.