શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2022 (10:03 IST)

હરામીનાળા વિસ્તારથી પાકિસ્તાની હોડી જપ્ત, હવામાં વહેતી આવી હતી હોડી

pakistani boat
ગુજરાતના હરામી નાળા વિસ્તારમાંથી BSF ભુજ પેટ્રોલિંગ ટુકડીએ એક પાકિસ્તાની બોટ જપ્ત કરી છે. આ એન્જિન ફીટેડ બોટ ફિશિંગ બોટ હોવાનું કહેવાય છે. બોટ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદ તરફ આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાના વરસાદને કારણે સંભવતઃ હરામીનાલામાં જળસ્તર વધવા અને જોરદાર પવનને કારણે બોટ પોતાની જગ્યાએથી દૂર વહી ગઈ અને ભારતીય સરહદમાં આવી ગઈ હતી.
 
ત્યારબાદ જપ્ત કરવામાં આવેલી પાકિસ્તાની બોટની તલાશી લેવામાં આવી. હોડીમાંથી માછલી પકડવાની જાળ, જેરીકેન, ice box with ice અને માછલી પકડવાના ઉપકરણો મળ્યા છે. હોડીમાંથી આ વસ્તુઓ ઉપરાંત અન્ય કોઇ સંદિગ્ધ સામગ્રી મળી ન હતી. 
 
તમને જણાવી દઈએ કે 4 ઓગસ્ટના રોજ પણ ગુજરાતમાં BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ હરામીનાળા વિસ્તારમાં બે પાકિસ્તાની બોટને ભારતીય સરહદમાં ઘૂસતી જોઈ હતી. એલર્ટ હોવાથી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંનેને પકડી લીધા.
 
આ અંગે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના પીઆરઓએ જણાવ્યું હતું કે જ્યારે બોટ પર સવાર માછીમારોએ બીએસએફની પેટ્રોલિંગ ટીમને તેમની તરફ આવતી જોઈ ત્યારે તેઓ પાકિસ્તાન પરત ફર્યા હતા. બાદમાં જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી.