મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (10:36 IST)

વડોદરામાં આધેડે શતાબ્દી એક્સપ્રેસ નીચે પડતું મૂક્યું, ગણતરીની સેકન્ડમાં મોત મળ્યું

suicide
વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર-1 પરથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આગળ કૂદીને એક આધેડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. વિચલિત કરી દેતી આ ઘટના CCTVમાં કેદ થઇ છે.શહેરના અતિવ્યસ્ત એવા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ગુરૂવાર બપોરે 4 વાગ્યેને 41 મિનિટ પર બનેલી ઘટનાએ ચકચાર જગાવી મુકી છે. પ્લેટફોર્મ પર સૌ કોઇ ટ્રેનની રાહ જોઇને ઉભા હતા ,ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેન પસાર પસાર થઇ રહી હતી. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવી કે એક આધેડ સામાન્ય મુસાફરની જેમ ટ્રેન નજીક આવ્યો અને ધસમસતી ટ્રેન આગળ કૂદી ગયો. જેથી ટ્રેન તેના પરથી પસાર થઇ ગઇ હતી અને તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાને પગલે સ્ટેશન પર હાજર મુસાફરોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.બીજી બાજુ આ બનાવની જાણ રેલવે પોલીસને થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે સાથે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. જોકે, આજે મોડી રાત સુધી પોલીસ તંત્રને આ મૃતક ક્યાંનો રહેવાસી હતો, તે અંગેની કોઈ માહિતી મળી નથી. બુધવારે સાંજે બનેલા આપઘાતના આ બનાવે રેલવે સ્ટેશનમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મૃતકની ઓળખ બાદ અન્ય વિગતો બહાર આવશે.