શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (14:43 IST)

Atal Foot Overbridgeનું આવતીકાલે વડાપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ કરાશે, જાણો તેની વિશેષતા

atal bridge
અમદાવાદમાં સાબરમતી નદી પર આંબે઼કર બ્રિજ, નેહરુ બ્રિજ, ગાંધી બ્રિજ, એલિસબ્રિજ આવેલા છે, હવે અમદાવાદની શાનમાં વધારો કરવા માટે વધુ એક બ્રિજનો ઉમેરો થઇ રહ્યો છે. અમદાવાદના સાબરમતી નદી કિનારા પર આવેલા આ આઇકોનિક પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે અટલ ફૂટ ઓવર બ્રિજ. અટલ ફૂટ ઓવર બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડે છે. ૭૪ કરોડથી પણ વધુના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા આઈકોનીક  ફુટ ઓવરબ્રીજનું વડાપ્રધાન દ્વારા ૨૭ ઓગસ્ટના રોજ ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

દેશમાં અટલ ફુટ ઓવરબ્રીજ એક વિશેષ પ્રકારનો પેડેસ્ટ્રીયન બ્રીજ બની રહેશે.આ બ્રીજ ઉપર રીવરફ્રન્ટના અપર અને લોઅર પ્રોમીનાડ ઉપરથી જઈ શકાશે.બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટરની છે.પહોળાઈ બ્રીજના છેડાના ભાગે દસ મીટર અને વચ્ચેના ભાગમાં ૧૪ મીટર રાખવામાં આવી છે.બ્રીજ ઉપર વુડન ફલોરીંગ ઉપરાંત ગ્રેનાઈટ ફલોરીંગ કરવામાં આવ્યુ છે.સ્ટેઈનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ રાખવામાં આવી છે.વચ્ચેના ભાગમાં બેસવાની સગવડ ઉપરાંત ફુડ કીઓસ્ક તથા પ્લાન્ટેશન રાખવામાં આવ્યાં છે.બ્રીજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન અને ઈવેન્ટ  ગ્રાઉન્ડના વચ્ચે થઈ પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનારા એકઝીબિશન કલ્ચરલ આર્ટ સેન્ટરને જોડશે.
આ બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર
2600 મેટ્રીક સ્ટીલનું વજન
પહોળાઈ બ્રીજના છેડાના ભાગે દસ મીટર અને વચ્ચેના ભાગમાં ૧૪ મીટર
બ્રીજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ 
સ્ટેઈનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ 
બ્રીજના પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન
ઈવેન્ટ  ગ્રાઉન્ડના
એલઇડી લાઇટિંગ
74 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો
આ પુલ ફક્ત ચાલવા માટે
વેસ્ટન ભાગમાં ફ્લાવર ગાર્ડન