અમદાવાદમાં પતિના પોલીસમિત્ર પર પત્નીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો
શનિવારે 30 વર્ષીય મહિલાએ વસ્ત્રાપુર પોલીસના કોન્સ્ટેબલ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ પ્રમાણે, કોન્સ્ટેબલ તેના પતિનો ફ્રેન્ડ છે. મહિલા અને તેના પતિ વચ્ચે ગૃહકંકાસ થતો હતો જેથી તે મદદ માગવા કોન્સ્ટેબલ પાસે ગઈ ત્યારે તેણે તેના પર રેપ કર્યો. મહિલાએ આરોપ લગાવ્યો કે, કોન્સ્ટેબલ મોહિત પારેખે તેની મરજી વિરુદ્ધ તેના ન્યૂડ ફોટોઝ ખેંચ્યા અને પછી તેના જ આધારે બ્લેકમેલ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું.ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મહિલાએ ઘાટલોડિયામાં રહેતા ફર્નીચર મેન્યુફેક્ચરર સાથે 2008માં લગ્ન કર્યા. દંપતિના ત્રણ સંતાનો છે. ઘર કંકાસના લીધે બે વર્ષ પહેલા મહિલાને તેના પતિએ બાળકો સાથે પીયર મોકલી દીધી. ત્યારે મહિલાએ મોહિતની મદદ લેવાનું વિચાર્યું. મહિલાએ મોહિતને ગાર્ડનમાં મળવા બોલાવ્યો. બંનેએ આશરે 20 મિનિટ સુધી વાતચીત કરી. મહિલાનો વિશ્વાસ જીત્યા બાદ મોહિતે તેને એક હોટલમાં મળવા બોલાવી.મહિલાએ કહ્યું કે, “મોહિત મને ભૂયંગદેવમાં આવેલી એક હોટલમાં લઈ ગયો. ત્યાં રજિસ્ટરમાં તેણે એન્ટ્રી પણ ના કરી. ત્યાર બાદ તેણે મારા પતિને ફોન કર્યો પરંતુ તેણે ત્યાં આવવાની ના પાડી દીધી. થોડીવાર પછી મોહિત મને અડવા લાગ્યો અને પછી બળાત્કાર કર્યો. ત્યાર બાદ તેણે અનેક વખત મારી સાથે દુષ્કર્મ કર્યું.” આ દરમિયાન મહિલાના માતા-પિતાએ દંપતીને સમાધાન કરી લેવાનું કહ્યું. પીડિતાએ કહ્યું કે, મોહિત અવારનવાર તેને ધમકી આપતો હતો કે તે બળાત્કાર વિશે તેના પતિને કહી દેશે. મોહિતે મહિલાને બ્લેકમેલ કરીને અવારનવાર તેની સાથે તે જ હોટલમાં દુષ્કર્મ કર્યું. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પી. એન. ગામિતે કહ્યું, કોન્સ્ટેબલ મોહિત સામે FIR દાખલ કરવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે, એક દિવસ તેના પતિએ જોયું કે મોહિત તેને ફોન કરતો હતો ત્યારે તેણે જ સામેથી પતિને બધી જ હકીકત જણાવી દીધી. મહિલાનો પતિ જ તેને ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન લઈને આવ્યો.