શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (15:26 IST)

અમદાવાદમાં શ્રીજી ટાવરમાં ટાયરના ગોડાઉનમાં લાગી ભયાનક આગ, 100 મકાનો કરાયા ખાલી

અમદાવાદના હિમાલયા મોલ પાસેના શ્રીજી ટાવરમાં વિકરાળ આગ લાગી છે. જેમાં ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યાં છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચીને રાહત કામમાં લાગી ગઇ છે.આજે બપોરના સુમારે શહેરમાં આવેલા હિમાલયા મોલની બાજુમાં શ્રીજી ટાવર આવેલું છે. અચાનક ટાવરના ધાબા પરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ઘટનામાં આગ એટલી મોટી હતી કે સ્થાનિકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતાં.સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા 4 ટીમો તરત જ આવી પહોંચી હતી. હાલ રાહત કાર્યમાં જોડાયેલા લોકોએ ટાવરમાં આવેલા તમામ ઘરોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાયા છે.ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. સ્થાનિકો પહેલાથી જ તેમના ફ્લેટની નીચે આવેલી ટાયરની દુકાનના વિરોધમાં હતાં.ત્યારબાદ બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે એક ઓફિસમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.