શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (15:05 IST)

Bigg Boss 12: 37 વર્ષ નાની યુવતીને ડેટ કરી રહ્યા છે અનૂપ જલોટા, શો માં કર્યો ખુલાસો

બિગ બોસ 12ના મંચ પર રવિવારે જ્યારે સૌથી મોટો ખુલાસો થયો ભજન સમ્રાટ અનૂપ જલોટા અને જસલીન મથારુના સંબંધોના રૂપમા. લાંબા સમય સુધી અનૂપ જલોટાની શિષ્યા રહી ચુકેલી ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુએ આજે બિગ બોસના મંચ પર પોતાના પ્રેમનો એકરાર કર્યો. 
 
આ જોડીને વિચિત્ર એ માટે કહેવામાં આવી શકે છે કારણ કે તેમની વચ્ચે 37 વર્ષનુ અંતર છે. 28 વર્ષની જસલીન અને 65 વર્ષના અનૂપ જલોટા સાઢા ત્રણ વર્ષથી એક બીજાના પ્રેમમાં છે. 
 
જસલીને જણાવ્યુકે તે અત્યાર સુધી આ સંબંધ વિશે બતાવવા માટે તૈયાર નહોતી પણ હવે તે પોતાના પ્રેમને દુનિયા સામે લાવવા માટે તૈયાર છે. ભજન સમ્રાટ અનૂપ જલોટા આ પહેલા ત્રણ વાર લગ્ન કરી ચુક્યા છે. તેમની પ્રથમ પત્ની ગાયિકા સોનાલી સેઠ હતી. સોનાલી સેઠ પછી બીના ભાટિયા સાથે અરેંજ મેરેજ કર્યા પણ આ લગ્ન પણ તેમના તૂટી ગયા. 
 
ત્યારબાદ અનૂપે ત્રીજા લગ્ન પૂર્વ પ્રધાનમંત્રી આઈ કે ગુજરાલની ભત્રીજી મેઘા ગુજરાલ સાથે કર્યા પણ વર્ષ 2014માં મેઘાનુ મોત થઈ ગયુ. હવે અનૂપ જલોટા અને જસલીને જણાવ્યુ કે તેઓ છેલ્લા 3 વર્ષથી રિલેશનમાં છે.