બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2019 (12:21 IST)

અમદાવાદમાં 144ની કલમ લાગુ, બીજી બાજુ ભાજપની વિજય સંકલ્પ રેલી

પુલવામા હૂમલા બાદ ભારતમાં સરહદે તણાવ છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું  ઉલ્લંઘન થઈ રહ્યું છે. એક તરફ ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી દાવા કરવામાં આવ્યાં કે તેઓએ એકબીજાની સરહદમાં એરસ્ટ્રાઈક કરી અને એકબીજાના એરક્રાફ્ટ તોડી પાડ્યાં. આ વચ્ચે ભારતે જાહેર કર્યું કે ભારતનો એક પાયલોટ પાકિસ્તાનની કસ્ટડીમાં છે જે શુક્રવારે ભારત પરત ફરવાનો છે, તેની ખુશીમાં દેશની પ્રજા આ પાયલોટના સ્વાગત માટે ઉત્સાહિત છે. પરંતુ નિયમો જાણો ભાજપ માટે બન્યાં જ ના હોય તેવી પરિસ્થિતી ગુજરાતમાં જોવા મળી છે. અમદાવાદ શહેર પોલીસે પણ યુધ્ધની પરિસ્થિતીને જોતાં સભા,સરઘસ,રેલી પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત ૧૪૪મી કલમ લાગુ કરી ચારથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી છે. બીજી બાજુ ભાજપે અમદાવાદમાં ૨જી માર્ચે વિજય સંકલ્પ રેલીઓનુ આયોજન કર્યુ છે. આગામી ૪થી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદમાં મેટ્રો રેલથી માંડીને ન્યુ સિવિલ હોસ્પિટલનુ ય લોકપર્ણ કરવાનાં છે.સુરક્ષા ઉપરાંત યુધ્ધની સ્થિતીને પગલે અમદાવાદ શહેર પોલીસે ૧૪૪ કલમ લાગુ કરી દીધી છે. ભાજપ યુવા મોરચાએ ૨જી માર્ચે અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં વિજય સંકલ્પ રેલી યોજવા નક્કી કર્યુ છે. હવે સવાલ એછેકે,આ પરિસ્થિતીમાં કોઇ સંસ્થા,સંગઠન,રાજકીય પક્ષને રેલી,સભા યોજવી હોય તો મંજૂરી મળતી નથી પણ ભાજપ જાણે અપવાદરુપ હોય તેમ મંજૂરી મળી જાય છે તેવી ચર્ચા છે. પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી ૨ માર્ચથી ૧૬ માર્ચ સુધી સભા-સરઘસ પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાનના આગમન પહેલાં ભાજપ અમદાવાદમાં જ નહીં,ગુજરાતમાં ચૂંટણી માહોલ ઉભો કરવામાં વ્યસ્ત બન્યુ