ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 19 ઑગસ્ટ 2020 (13:50 IST)

અમદાવાદ ATS પર ફાયરિંગ: છોટા શકીલ ગેંગના શાર્પશૂટરની અમદાવાદમાંથી ધરપકડ

અમદાવાદ રિલીફ રોડ પર ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટનામાં હુમલો થયો હતો. અમદાવાદ ATS પર ફાયરિંગની ઘટનામાં મુંબઈના એક શાર્પ શુટરોનું કનેક્શન ખુલ્યું છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, મુંબઈના એક શાર્પ શૂટરોને અમદાવાદ એટીએસ પર ફાયરિંગ કરવા માટે પાકિસ્તાનથી સોપારી મળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બીજી બાજુ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે આ શૂટર અમદાવાદમાં રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાં રોકાયો હતો. મુંબઈના શાર્પ શૂટર મોહમ્મદ શેખે અમદાવાદ એટીએસ પર ફાયરિંગ કર્યું હતું. આરોપી રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલના રૂમ નં. 105માં મોહમ્મદ રફીકના નામે હોટલમાં રોકાયો હતો. એટીએસને બાતમી મળતા તેને પકડવા માટે ગઈ હતી. દરમિયાન શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યો છે. આ શાર્ટ શૂટર મુંબઈના ડોન છોટા શકીલનો સાગરીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગઈ કાલે 10.10 વાગ્યે હોટલમાં આવ્યો હતો. હાલ ભાજપના નેતાની સુરક્ષામાં વધારો કરાયો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ગુજરાતમાં રાજકીય આગેવાનોની હત્યા માટે શાર્પ શૂટર અમદાવાદમાં આવ્યો હતો. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, ત્યારબાદ રેડ કરવામાં આવી હતી. તે સમયે મુંબઈના શાર્પ શૂટરે ATS ટીમ પર ફાયરિંગ કર્યું છે. શાર્પશૂટરે ઓટોમેટિક પિસ્ટલ સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ઘટનામાં છોટા શકીલનો શાર્પશૂટર હોવાનું સામે આવ્યું છે. જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થયો છે. અન્ય એક ખુલાસામાં એવું જાણવા મળી રહ્યું છે કે મુંબઈના શાર્પ શૂટરને પાકિસ્તાનમાંથી સોપારી આપવામાં આવી હતી.  ડીઆઈજી હિમાંશુ શુક્લ, એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કેકે. પટેલ અને ડીવાયએસપી બીપી રોજીયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે કોઈ અધિકારીને ઇજા થઈ ન હતી. આ ઘટનામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાન તરફથી રાજકીય નેતાને મારવાની સોપારી મળી હોવાનું કહેવાય છે.