મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (14:18 IST)

શાહીબાગ પોસ્ટ ઓફિસમાં પાર્સલમાં બ્લાસ્ટ થતા આગ લાગી

​અમદાવાદ શહેરના શાહીબાગ
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગને પગલે ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોસ્ટ ઓફિસમાં અંજારથી આવેલું એક પાર્સલ શિફ્ટ કરતી વખતે નીચે પડતા બ્લાસ્ટ થયો હતો. જેને કારણે પોસ્ટ ઓફિસમાં આગ લાગી હતી. આ બ્લાસ્ટને પગલે એફએસએલ, બોમ્બ સ્કવોડ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ઝોન-4 ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ બ્લાસ્ટ કયા કારણે થયો તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે. અંજારથી આ પાર્સલ આવ્યું હતું અને ઉત્તરપ્રદેશ મોકલવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.