મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જુલાઈ 2019 (11:33 IST)

અમદાવાદમાં કબડ્ડીની મેચમાં ખેલાડીઓ વચ્ચે મારામારી, ખુરશીઓ ઉછળી

Ahmadabad news
અમદાવાદના કાંકરિયાની ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં કબડ્ડીની મેચમાં દોડધામ મચી ગઇ હતી, અહી ઇન્ટરકોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં કોઇ કારણસર બોલાચાલી થઇ હતી અને પછી બે ટીમો વચ્ચે મારીમારી થઇ હતી, ખેલાડીઓએ એકબીજા પર ખુરશી ઓ ફેંકી હતી, જેને લઇને આયોજકો અને દર્શકોમાં દોડાદોડી મચી ગઇ હતી. ટ્રાન્સ્ટેડિયા એરેનામાં ફોર્ચ્યુન જાયન્ટ્સે કબડ્ડી ટુર્નામેન્ટને સ્પોન્સર કરી હતી, જેમાં અમદાવાદની એ.પી પટેલ કોલેજ અને એચ.કે બીબીએ કોલેજનાં સ્ટુડન્ટ સેમિફાઈનલ રમી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી, જો કે આયોજકોએ બંને ટીમોના ખેલાડીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. કબડ્ડીની મેચમાં મારામારી બાદ ખુરશીઓ ઉછળી હતી. જેના કારણે ત્યાં મેચ નિહાળી રહેલા દર્શકોની દોડધામ મચી હતી. તોફાની તત્વોએ હવામાં ખુરશીઓ મારતા ડરનો માહોલ સર્જાયો હતો. જેને પગલે ત્યાં હાજર દર્શકોએ દોડધામ મચાવી હતી.