સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 જુલાઈ 2017 (13:36 IST)

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું

કોંગ્રેસમાં હાલમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. વિપક્ષના નેતા શંકરસિંહના પક્ષમાંથી રાજીનામા બાદ સ્થિતિ વધારે કથળી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર અને સોનિયા ગાંઘીના રાજકિય સલાહકાર એહમદ પટેલે આજે ગુજરાતમાંથી ઉમેદવારી માટેનું ફોર્મ ભર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું ગઈ કાલે શંકરસિંહને મળ્યો હતો અને તેમણે મને એવું વચન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસને મત આપશે. મને તેમના વચન અને શબ્દો પર ભરોસો છે.

મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બોલાવાયેલી ધારાસભ્યોની બેઠકમાં અહેમદ પટેલને  કોંગ્રેસના 52 ધારાસભ્યો, બે એનસીપી, એક જેડીયુ મળીને કુલ 55 ધારાસભ્યો મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત થતા તેમની જીત નિશ્વિત હોવાનો દાવો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના   જૂથના પાંચ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, અન્ય ગેરહાજર રહેનાર ધારાસભ્યોએ ટેકો જાહેર કરવાની પ્રદેશ પ્રમુખને ખાતરી આપી હતી. કોંગ્રેસે બોલાવેલી બેઠકમાં પ્રથમ અહેમદ પટેલે બેઠકમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડવાનું કહ્યું હોવાથી તેમને આમંત્રણ અપાયું ન હતું ઉપરાંત મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, સી.કે.રાઉલ તેમજ બાપુ સહિત પાંચ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.