અમદાવાદ એરપોર્ટમાં એક ટર્મિનલથી બીજા ટર્મિનલમાં જવા મુસાફરો માટે 'શટલ' સર્વિસ શરૂ કરાઇ

Last Modified શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (12:01 IST)
ખાતે હવે મુસાફરો માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટમાં એક ટર્મિનલથી બીજા ટર્મિનલમાં જવા માટે ફ્રી શટલ સર્વિસ શરૂ કરવામા આવી છે. આ સર્વિસ શરૂ થવાથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ વચ્ચે અવર જવર કરવામાં મુસાફરોને થતી પરેશાનીનો અંત આવી ગયો છે. બેટરીથી સંચાલિત શટલ માટેના આ વાહનમાં એકસાથે ત્રણ વ્યક્તિ બેસી શકે તેવી વ્યવસ્થા છે.

અમદાવાદ એરપોર્ટના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એમ બંને ટર્મિનલમાં શટલ મૂકવામાં આવેલી છે. અત્યારસુધી મુસાફરોને એકથી બીજા ટર્મિનલમાં જવા લગેજ સાથે પદયાત્રા કરવાની ફરજ પડતી હતી. કેટલાક મુસાફરો ભૂલથી ઇન્ટરનેશનલ ટર્મિનલમાં પહોંચી ગયા બાદ ડોમેસ્ટિક ટર્મિનલ પર જવા માટે વચ્ચે 1 કિલોમીટરનું અંતર નહીં હોવા છતાં મજબૂરીથી ઊંચું ભાડું ચૂકવીને જવું પડતું. ખાસ કરીને કનેક્ટિંગ ફ્લાઇટના મુસાફરોને તેનાથી સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો. હાલમાં નિયમિત ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ છે. પરંતુ નિયમિત ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૃ થઇ ગયા બાદ મુસાફરોને એક ટર્મિનલથી બીજા ટર્મિનલમાં જવા માટે આ પ્રકારની પરેશાનીનો સામનો કરવો નહીં પડે.

85 કરોડનું ટ્રાવેલેટર ધૂળ ખાઇ રહ્યું છે. મુસાફરો ઇન્ટરનેશનલ ટર્મિનલમાં ડોમસ્ટિક
ટર્મિનલમાં સરળાતાથી અવર-જવર કરી શકે માટે ૮ વર્ષ અગાઉ રૃ. 85 કરોડના ખર્ચે ટ્રાવેલેટર બનાવાયું હતું. પરંતુ ઘણા સમયથી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક વચ્ચે કોઇ કનેક્ટિંગ ફ્લાઇટ નહીં હોવાથી આ ટ્રાવેલેટર ધૂળ ખાઇ રહ્યું છે.


આ પણ વાંચો :