શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (14:58 IST)

અમદાવાદના બિઝનેસમેન પતિએ પત્નીને કહ્યું, તું મને ગમતી નથી સવારમાં તારો ચેહરો જોઉં તો આખો દિવસ ખરાબ જાય છે

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તરમાં એલિવેટરની કંપની ધરાવનાર બિઝનેસમેનની પત્ની પોતાની સાથે પતિ અને સાસરિયાઓ પરેશાન કરી મૂકી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ અને સાસરિયાઓ તેને સતત કહેતા હતા કે તું મારા પરિવારમાં સુટ થતી નથી.એક સમયે પોતાને પ્રેમ કરતો પતિ હવે તેને કહે છે કે હું તારો ચહેરો જોઉં તો આખો દિવસ ખરાબ જાય છે. આ અંગે હાલ પોલીસે પરિણીતાની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના છેવાડે આવેલી જીઆઇડીસી માં એલિવેટરની ફેકટરી ધરાવતા દિનેશભાઇ (નામ બદલ્યું છે ) ના લગ્ન રાધા (નામ બદલ્યું છે ) સાથે થયા હતા. બન્નેના લગ્ન જીવનમાં એક દીકરો છે. લગ્ન બાદ બિઝનેસના નાના મોટા ઝઘડાના કારણે દિનેશભાઇ તેમના પિતાથી અલગ થઈ ગયા હતાં. પરંતુ થોડાક સમય બાદ ફરી પરિવાર એક થઇ ગયો હતો. આ દરમિયાન ડીનેસભાઈ અને રાધા ફરી સંયુક્ત પરિવાર સાથે રહેવા લાગ્યા હતાં.પરંતુ આ વખતે રાધાની ઝીદગી દોજખ બની ગઈ હતી. પરિવારની હાઈ લાઈફ સ્ટાઇલના કારણે સાસરિયા રાધાને કહેતા કે તું અમારા ઘરમાં શોભતી નથી અને પરિવારમાં શૂટ થતી નથી. આ બધાની વચ્ચે હવે દિનેશ પણ રાધાને ઇગ્નોર કરવા લાગ્યો હતો.અને તે રોજ રાધાને કહેતો તું મને હવે ગમતી નથી જો ઉઠતા વેંત તારો ચેહરો જોઉં તો મારો આખો દિવસ ખરાબ જાય છે.આ સતત ત્રાસથી કંટાળીને રાધાએ પોલીસને જાણ કરી હતી.પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.