સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (11:04 IST)

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ ઓનલાઈન પરીક્ષાની તારીખ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં

ગુજરાત યુનિવર્સિટીના UG અને PG કોર્સના સેમેસ્ટર-3 અને 5 ના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી અંતમાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવાય તેવી શક્યતા છે. કેટલાક ટેકનિકલ ઈસ્યુનો ઉકેલ આવી જાય તેની રાહ જોવાઈ રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ તકલીફ પડે નહીં તે પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા હાલમાં જ પુરી થઈ છે પરંતુ હજુ સુધી ઓનલાઈન પરીક્ષાની તારીખ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે. ક્યારે પરીક્ષા લેવાશે તેની પરીક્ષા વિભાગમાં પૂછપરછ કર્યા કરે છે. પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી અંતમાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવાઈ શકે છે. UGમાં સેમેસ્ટર-3 અને 5ના તથા PGમાં સેમેસ્ટર-3ના મળી 48 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. લેપટોપ, ડેસ્કટોપ, મોબાઈલથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. તેમનું ડિવાઈસ કેમેરાવાળું હોવું જોઈએ. પરીક્ષા MCQ પદ્વતિથી લેવાશે. યુનિવર્સિટીએ હાલમાં જ ઓફલાઈન પરીક્ષા લીધી તેમાં બે લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. હજુ યુજી અને પીજીની સેમેસ્ટર-૧ની પરીક્ષા બાકી છે. જેમાં આશરે સવા લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કેટલાક ટેકનિકલ ઈસ્યુનો ઉકેલ આવી જાય ત્યારબાદ ઓનલાઈન પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાશે.ઓનલાઈન પરીક્ષા લેવાનું જાહેર કરાયા બાદ અને ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાનું રજિસ્ટ્રેશન પણ પૂર્ણ કરાયા બાદ હજુ સુધી પરીક્ષાનુ ટાઈમ ટેબલ જાહેર  કરાયુ નથી. જાન્યુ.અંતમાં કે ફેબુ્ર.માં પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. ઓનલાઈન પરીક્ષા માટે ૨૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.આ વખતની ઓનલાઈન પરીક્ષામાં પ્રશ્નોની સંખ્યા વધારવા સાથે નિયમો કડક કરવામા આવશે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનુ માળખુ કે પરિરૃપ પણ જાહેર કરવામા આવ્યા નથી