ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 19 ડિસેમ્બર 2024 (08:28 IST)

Ahmedabad Metro Rail Corporation- હવે તમે આ એપ દ્વારા અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે ટિકિટ બુક કરી શકો છો, એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે

Ahmedabad metro rail facility
Ahmedabad Metro Rail Corporation- અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મેટ્રોમાં મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધી મેટ્રોમાં મુસાફરી કરવા માંગતા લોકોએ મેટ્રો સ્ટેશન પરથી ટિકિટ ખરીદવી પડતી હતી. પરંતુ હવે અમદાવાદ મેટ્રો દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. મુસાફરો હવે આ એપ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે.
 
હવે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન “અમદાવાદ મેટ્રો (ઓફિશિયલ)” આજે લોન્ચ કરવામાં આવી છે. “અમદાવાદ મેટ્રો (ઓફિશિયલ)” એપનો ઉપયોગ કરીને મુસાફરો હવે તેમના મોબાઈલ દ્વારા સરળતાથી મેટ્રો ટિકિટ ખરીદી શકશે.