સંબંધિત સમાચાર
- હવામાન વિભાગની મોટી આગાહી: 1 જુલાઈ સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘમહેર, આજે જાણો ક્યા પડશે વરસાદ
- ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને મળશે મોટો વેગ: સરકારના સુનિયોજિત આયોજનથી બદલાશે યાત્રાધામોનો ચહેરો
- અમદાવાદ એરપોર્ટ પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનો સામસામે આવી જતા દોડધામ
- AMCનું મોટું આયોજન કે ઘોર બેદરકારી? 5 મહિનાના કામ બાદ હવે આખો સુભાષબ્રિજ તોડી પડાશે; અમદાવાદીઓને વેઠવો પડશે ટ્રાફિક જામ
- અમદાવાદમાં સરકારી નોકરીની ઉત્તમ તક:ની બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ્સ માટે અરજી કરવાનો મોકો
અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના: 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર 54 વર્ષીય સફાઈ કામદારની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઘુમામાં આવેલી એક પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળામાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય સફાઈ કામદારે શાળા પરિસરમાં જ એક 5 વર્ષની માસૂમ વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન (અડપલાં) કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. આ શરમજનક કૃત્ય બાદ આરોપીએ માસૂમ બાળકીને ડરાવીને આ બાબતે કોઈને પણ જાણ ન કરવા માટે ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
બાળકી સાથે બનેલી આ ઘટનાની જાણ તેના વાલીને થતાં, તેમણે તુરંત જ આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. વાલીની ફરિયાદના આધારે બોપલ પોલીસે ૨૫ જૂનના રોજ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો અને બાળકોને જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા નરાધમ આરોપીની ઓળખ 54 વર્ષીય પશા નાનુ તરીકે થઈ છે. આરોપી મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડેદર ગામનો વતની છે અને હાલમાં તે સરખેજ વિસ્તારમાં સનાથલ ટોલ પ્લાઝા નજીક આવેલા મનમોહનનગરમાં રહેતો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સામે જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
