બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (17:03 IST)

અમદાવાદ ટ્રાફિક પોલીસે નિયમનો ભંગ અથવા પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપી

વેલેન્ટાઈન વિકની ઉજવણી શરૂ થઈ છે. જેમાં રોજ અલગ અલગ ડેની ઉજવણી કરવામાં આવે છે. આજે ચોકલેટ ડે છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ ચોકલેટ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા જે વાહનચાલકોએ નિયમનો ભંગ કર્યો હોય અથવા પાલન કર્યું હોય તેમને ચોકલેટ આપી ઉજવણી કરી હતી. ટ્રાફિકના નિયમન મુજબ ચાલતા જેમ કે કારમાં સીટ બેલ્ટ બાંધેલો હોય, ટુ વહીલર વાહન ચાલક હેલ્મેટ પહેરેલું હોય એવા વાહન ચાલકોને ચોકલેટ આપી સમ્માનિત કર્યા હતા.ગુજરાત સરકાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનેકવાર વાહન ચાલકોની સલામતી અને સાવચેતીના જાગૃતિના ભાગ રૂપે દર વર્ષે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આજે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા C.T.M ડબલ બ્રિજ નીચે વાહન ચાલકો સાથે ચોકલેટ ડેની ઉજવણી કરી હતી. ટ્રાફિકના નિયમન મુજબ ચાલતા જેમ કે કારમાં સીટ બેલ્ટ બાંધેલો હોય, ટુ વહીલર વાહન ચાલકે હેલ્મેટ પહેરેલું હોય એવા વાહન ચાલકોને મોટી ચોકલેટ આપી અને જેમને નિયમનો ભંગ કર્યો હોય તો નાની ચોકલેટ આપી સમ્માનિત કરી ચોકલેટ ડે ઉજવયો હતો.જે વાહન ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરતાં હોય તે વાહન ચાલકોને પોતાના પરિજનોના સુખી અને સમૃદ્ધ જીવન અને પરિવારની જવાબદારી અર્થે ટ્રાફિક નિયમ મુજબ વાહન ચલાવવાની આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સજાવવામાં આવ્યા હતા. આ ટ્રાફિક અવેરનેસ ચોકલેટ ડે ના કાર્યક્રમમાં ઝોન 5ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી ટ્રાફિક પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડયુ હતું.