સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 3 જાન્યુઆરી 2024 (15:21 IST)

છેલ્લા બે વર્ષમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરી અમદાવાદીઓએ 30 કરોડ રૂપિયાનો દંડ ભર્યો

 Violation of traffic rules, Ahmedabadites pay a fine of Rs 30 crore
Highlites 

- એક વર્ષમાં 30 લોકો ભારે વાહનોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા
- અમદાવાદીઓએ ટ્રાફિક નિયમનો ભંગ કરીને 2 વર્ષમા 30 કરોડ રૂપિયા દંડ ભર્યો છે.
- ટ્રાફિક પોલીસે સૌથી વધુ ફોર વ્હીલર અને ભારે વાહનોને દંડ ફટકાર્યો
Violation of traffic rules, Ahmedabadites pay a fine of Rs 30 crore

શહેરમાં પોલીસ માટે ટ્રાફિક નિયમન વધારે પડકારજનક બની રહ્યું છે. શહેરમાં વધી રહેલી વસતીને કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે પોલીસ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અનેક પ્રકારના જાગૃતિ અભિયાનો યોજે છે. પરંતુ કાયદાને ઘોળીને પી જનારા લોકોને પોલીસ દંડ પણ ફટકારી રહી છે.ત્યારે શહેરમાં 2023માં ટ્રાફિક પોલીસે અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક ભંગ અંતર્ગત 15.16 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. 2022માં પણ પોલીસે અમદાવાદીઓ પાસેથી 15 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતાં. એટલે કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિક નિયમનો ભંગ કરીને 30 કરોડ રૂપિયા દંડ ભર્યો છે.
 
છેલ્લા એક વર્ષમાં 30 લોકો ભારે વાહનોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા
અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામાં બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વર્ષ 2022માં પણ 15 કરોડનો આંકડો હતો. છેલ્લા બે વર્ષમાં આ વર્ષે ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહનો પાસેથી દંડ વસુલ કર્યો છે. વર્ષ 2023માં પોલીસે 15.18 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. જ્યારે 2 વર્ષમાં ટ્રાફિક પોલીસે 30 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. 2023 અને 2022નો દંડ વસુલવાનો આંકડો મોટાભાગે સરખો હતો. પરંતુ ટ્રાફિક પોલીસે સૌથી વધુ ફોર વ્હીલર અને ભારે વાહનોને દંડ ફટકાર્યો છે. છેલ્લા એક વર્ષમાં 30 લોકો ભારે વાહનોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે 25થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. 
 
ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા
શહેરમાં છેલ્લા 6 માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી. આ ડ્રાઈવ દરમ્યાન ગયા વર્ષ કરતા વધુ દંડ ટ્રાફીક પોલીસે વસુલ કર્યો છે. 2022માં 40 લાખ દંડ જ્યારે 2023ના વર્ષમાં 1.16 કરોડનો દંડ વસુલ કર્યો હતો.15 કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના 33 જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવે છે. હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે.