રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (13:21 IST)

ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું

રાજ્યાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 15 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થયો છે.

શહેરમાં ઠંડીનાં કારણે ધુમ્મસ ભર્યો માહોલ રહ્યો હતો. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વીય તરફ પવન ચાલી રહ્યો છે. તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદીઓએ થોડા દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડી શકે છે.   
 
ગઢ ધુમ્મસ થતા શાકભાજી પકાવતા ખેડૂતોની ચિંતા વધી
નવસારીનાં ગણદેવી તાલુકામાં ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસનાં કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાઢ ધુમ્મસ થતા શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનાં પાકમાં ફૂગ જન્ય રોગ વધવાની શક્યતા છે.