બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (09:27 IST)

આલિશાન બંગલામાં સંતાડ્યો હતો દારૂ, આઇડિયા જોઇ તમે પણ પડી જશો અંચબામાં

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરના એક બંગલામાં પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન રસોડામાં રાખેલું ફ્રીજ હટાવવામાં આવ્યું તો તેના નીચે સીડીઓ હતો. જે ભોંયરા સુધી જતી હતી. આ ભોંયરામાં હજારોની સંખ્યામાં બ્રાંડેડ દારૂની બોટલો રાખવામાં આવી હતી. પોલીસે બંગલાના માલિક બંને ભાઇઓની ધરપકડ કરી લીધી છે. બંને ચોરી છુપે દારૂ વેચતા હતા. 
 
આરોપી વિનોદ પટેલ અને અરવિંદ પટેલ એક ખાનગી બસોના ડ્રાઇવર અને ક્લીનરની મદદથી દારૂ મંગાવીને હાઇ પ્રોફાઇલ લોકો સુધી પહોંચાડતા હતા. ચોંકાવનારી વાત એ છે કે બંને ભાઇ ગેરકાયદેસર રીતે દારૂ વેચવાના કામ છેલ્લા બે વર્ષથી કરી રહ્યા હતા. આલિશાન બંગલામાં રહેનાર હાઇ પ્રોફાઇલ લાઇફ જીવતા હોવાથી કોઇને પણ આજ સુધી શંકા ગઇ ન હતી. પોલીસે તપાસ તપાસ કરી રહી છે કે બંનેનું નેટવર્ક ક્યાં સુધી છે અને તેમના ભાગીદાર કોણ છે. બંને જમીન દલાલી સાથે જોડાયેલા છે. 
પોલીસને સૂચના મળી હતી કે સોલા સિવિલ હોસ્પિટલની સામે હરીવિલા બંગલા સ્થિત બંગલા નંબર સી 38માં રહેતા વિનોદ વોરા (પટેલ) વિદેશી દારૂ વેચી રહ્યા છે. તે પોતાની કારમાં દારૂ રાખે છે. સૂચના મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને કારને જપ્ત કરી લીધી. કારને ડેકીમાંથી અલગ-અલગ બ્રાંડની બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે વિનોદના બંગલા પર રેદ પાડી અને આ બંગલાના ભોંયરામાંથી દારૂ જપ્ત કર્યો હતો. હાલ સોલા પોલીસે 9 લાખથી વધુનો દારૂ બે મોબાઇલ અને દારૂ ભરવા ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરી છે.