બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :મોરબી , મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (15:43 IST)

મોરબી જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો, માળિયા હાઇવે 36 કલાક માટે બંધ કરાયો

All dam overflows in Morbi district, Malia highway closed for 36 hours
All dam overflows in Morbi district, Malia highway closed for 36 hours
છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ઉપર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે, નદી તળાવની આસપાસ ન જાય અને નિચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરે તથા પાણીનું વહન વધુ હોય તેવા વિસ્તારોમાં ન જાય. કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 
 
મોરબી જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો
મોરબી જિલ્લાના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફલો પાણી સામખીયારી અમદાવાદ હાઇવે રોડ ઉપર, હરીપર ખીરઈ તા-માળીયા મીયાણા રોડ ઉપર પાણી રોડ ઉપર ફળી વળેલું હોવાથી માળીયા હાઈવે રોડ આજરોજ આશરે ૩૬ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે. જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને અપીલ કરવામાં આવે છે કે, સામખીયારી ચામુંડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલો હોવાથી રાઘનપુર પાલનપુર રોડનો ઉપયોગ ક૨વા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.મચ્છુ-૧ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલ ૬૦,૧૯૯ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. સામે ડેમ ૪.૨ ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે અને ૬૦,૧૯૯ ક્યુસેક પાણી આઉટફલો થઈ રહ્યો છે. મચ્છુ-૨ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે. 
highway closed for 36 hours
highway closed for 36 hours
મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના
હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અન્વયે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થઈ તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે હેતુ માટે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. જનરલ હોસ્પિટલ ખાતે તા. ૨૭/૦૮/૨૦૨૪ થી તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારીશ્રી ડો. એન.એન. રૂપાલાના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. જ્યારે તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાકથી તા. ૨૯/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારીશ્રી ડો. દર્શન પટેલના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષકશ્રી તથા આર.એમ.ઓ.ની સુચના મુજબ રિસ્પોન્સ ટીમ્સ કાર્યરત રહેશે.