1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Alpesh Thakor and Dhawal Singh Zala will join BJP

અલ્પેશ અને ધવલસિંહ જોડાશે ભાજપમાં, લડી શકે છે પેટા ચૂંટણી

અલ્પેશ અને ધવલસિંહ
અલ્પેશ ઠાકરો અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઇ શકે છે તેવી અટકળો વચ્ચે હવે તે નક્કી થઇ ગયુ છે કે, તેઓ ભાજપમાં જોડાશે. આ માટે ઠાકોર સેનાની કોર કમિટિ બેઠક પણ મળી હતી. જેમાં અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે તેવો નિર્ણય કર્યો છે. ત્યારે હજુ ભાજપના આગેવાનો સાથે વધુ ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. તો બીજી તરફ ભાજપમાં જોડાવવાનો સમય નક્કી કરવા કોર કમિટિએ અલ્પેશ ઠાકોર પર છોડ્યું છે. ત્યારે આ મામલે કોર કમિટિના મેમ્બર અમિત ઠાકોરે જણાવ્યું હતું કે, સમાજના હિત માટે કોંગ્રેસમાથી છુટા પડેલા બંને ધારાસભ્યો હેવ ભાજપમાં જોડાશે અને સમાજ તેમની પડખે ઉભુ રહેશે.
 
ગઇ કાલે ઠાકોર સેનાની કોર કમિટિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર રહ્યાં હતા. જ્યારે અલ્પેશ ઠાકરો ગેર હાજર રહ્યાં હતા. ત્યારે આ બઠેકમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં જોડાવવાની અનુમતી આપવામાં આવી છે. ત્યારે ભાજપમાં ક્યારે જોડાવવું તે અંગે છેલ્લો નિર્ણય લેવાનું કોર કમિટિએ  છેલ્લો નિર્ણય લેવાનો અલ્પેશ પર છોડ્યું છે.
 
ત્યારે આ અગં ઠાકોર સેનાનું જણાવવું છે કે, ઠાકોર સેના અને સમાજના ઉથ્થાન માટે બંને નેતાઓ ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડશે તેવો કોર કમિટિની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર રાધનપુરમાંથી અને ધવલસિંહ ઝાલા બાયડમાંથી પેટા ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
આગળનો લેખ
રૂ.૬૫૬ કરોડના ખર્ચે ઉત્તર/મધ્ય ગુજરાતનો ૧૩૬ કિ.મી. લાંબો માર્ગ ફોરલેન બનશે, વર્લ્ડબેંક કરશે સહાય