રૂપાણી સરકારનું વિસ્તરણ કરવામાં આવશે શું અલ્પેશને મંત્રી પદ મળશે?
વિજય રૂપાણી સરકારનું તાજેતરમાં વિસ્તરણ થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે ત્યારે આગામી ટૂંક સમયમાં અલ્પેશ ઠાકોર સહિત 10થી વધુ ચહેરાને મંત્રી પદની લોટરી લાગી શકે છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસારા આગામી સમયમાં રૂપાણી સરકારનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવે એવી શક્યતાઓ છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા માટે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી આયાત થતા નેતાઓને મંત્રી પદ આપવામાં આવતું હોવાની રાવને લીધે પાર્ટીમાં અસંતોષ ન ઉઠે એ માટે સરકારનું વિસ્તરણ કરવાનો તખતો ઘડાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ટૂંક સમયમાં વિજય રૂપાણી સરકારનું વિસ્તરણ કરાશે અને અલ્પેશ ઠાકોર સહિત 10થી વધુને મંત્રી પદ મળી શકે છે. વિસ્તરણ કરાતાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અત્યારે વર્તમાનમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે. જીતુ વાઘાણીએ ભાવનગરની શેઠ એચ. જે. કોલેજમાંથી એલએલબી કરેલું છે.ગઇકાલે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે અને ભાજપને મજબૂત કરવા અને ઓબીસી મતબેંક જાળવવા માટે ભાજપમાં અલ્પેશ ઠાકોર પ્રવેશ આપવામાં આવ્યો છે. અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં પણ સ્થાન મળવું નિશ્ચિત મનાઇ રહ્યું છે.