રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 જુલાઈ 2019 (12:16 IST)

ગુજરાતના બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથના ૧૩૩ બનાવ: પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીની ધરપકડ

ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના બનાવો અંગે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગેશ મેવાણીએ કરેલા પ્રશ્ર્નના જવાબમાં ગ્ાૃહ પ્રધાને લિખિતમાં આપેલી માહિતી અનુસાર એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી હોવાનું અને ત્રણ હેડ કોન્સ્ટેબલને દંડ કરાયો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના ગૃહપ્રધાને આપેલા લિખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં તા.૩૦મી એપ્રિલ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૧૩૩ કસ્ટોડિયલ ડેથના બનાવો બન્યા હતા. જ્યારે આ ઘટનામાં એક પી.એસ.આઈ, એક હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. જ્યારે કસ્ટોડિયલ ડેથને લઈને ત્રણ હેડ કોન્સ્ટેબલને રોકડ દંડની શિક્ષા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જેની એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને મળતો ઈજાફો બે વર્ષ માટે ભવિષ્ય સાથે અટકાવવામાં આવી છે.