ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (17:01 IST)

ગુજરાતમાં 20 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસ 1 લાખનો આંકડો વટાવી ગયાં,વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં 243 ટકાનો વધારો

રાજ્યમાં કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ આજે 20 જાન્યુઆરીએ પહેલીવાર 1 લાખને પાર થયા છે. રાજ્યમાં કોરોનાને પગલે સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની બાબતમાં 1 લાખનો આંકડો બીજીવાર પાર થયો છે.

અગાઉ બીજી લહેરમાં 23 એપ્રિલે 1 લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા હતા, જે વધીને 4 મેના રોજ 1 લાખ 48 હજાર 472 સુધી પહોંચી ગયા હતા, એટલે કે માત્ર 11 દિવસમાં કોરોનાની પીક આવી ગઈ હતી. જ્યારે પહેલી લહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ 2020ની 7 ઓક્ટોબરે 16 હજાર 385 હતા. 2021ની 26 ડિસેમ્બરે રાજ્યમાં એક્ટિવ કેસ 1 હજારથી પણ ઓછા એટલે કે 948 હતા. રાજ્યમાં 13 જાન્યુઆરીએ 50612 એક્ટિવ કેસ હતા, જે પૈકીના 64 દર્દી વેન્ટિલેટર પર હતા અને 50548 દર્દીની હાલત સ્થિર હતી. એ માત્ર 7 જ દિવસના સમયગાળામાં 20 જાન્યુઆરીએ 104888 સુધી પહોંચી ગઈ. વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા પણ વધીને 156 થઈ ગઈ, જે 243 ટકાનો વધારો કહી શકાય, જ્યારે 104732 દર્દીની હાલત હાલમાં સ્થિર છે.

26 ડિસેમ્બરના 2021ના રોજ રાજ્યમાં 948 એક્ટિવ કેસ હતા, એટલે કે 1000થી પણ ઓછા કોરોનાના દર્દીઓ હતા, જેમાંથી માત્ર 10 દર્દી વેન્ટિલેટર પર હતા અને 938 દર્દીની હાલત સ્થિર હતી. આ બાદ દૈનિક કેસ વધતાં એક્ટિવ કેસ 1 જાન્યુઆરીએ 3 હજારથી વધીને 3927 થઈ ગયા, આ સમયે 11 દર્દી વેન્ટિલેટર પર હતા. એ બાદ સતત એક્ટિવ કેસો વધતા ગયા.નવા વર્ષ 2022ની 1 જાન્યુઆરી પ્રારંભે જ કોરોનાના કેસ 1 હજાર જેટલા નોંધાયા હતા. એ સાથે જ એક્ટિવ કેસ પણ 3 હજારનો આંકડો વટાવીને સીધા 3927 પર પહોંચ્યો હતો. ત્યારે 11 દર્દી વેન્ટિલેટર પર અને 3916 દર્દીની હાલત સ્થિર હતી. 2 જાન્યુઆરીએ 4753 એક્ટિવ કેસમાંથી 4747 દર્દીની હાલત સ્થિર હતી અને 6 દર્દી વેન્ટિલેટર પર હતા. 3 જાન્યુઆરીએ 5858 એક્ટિવ કેસમાંથી 16 દર્દી વેન્ટિલેટર પર હતા અને 5842 દર્દીની હાલત સ્થિર હતી. 4 જાન્યુઆરીએ 7881 એક્ટિવ કેસમાંથી 7863 દર્દીની હાલત સ્થિર હતી અને 18 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી હતી.

5 જાન્યુઆરીએ 10994 એક્ટિવ કેસમાંથી 10962 દર્દીની હાલત સ્થિર હતી અને 32 દર્દી વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.6 જાન્યુઆરીએ ગુજરાતમાં 14346 એક્ટિવ કેસમાં હતા, જેમાંથી 29 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી હતી. 7 જાન્યુઆરીએ 18583 એક્ટિવ કેસ હતા, એ પૈકી 19 દર્દીને વેન્ટિલેટર પર રખાયા હતા, જે 24 કલાકમાં 4 હજાર જેટલો વધારો હતો. 6થી 12 જાન્યુઆરી દરમિયાન રાજ્યના એક્ટિવ કેસમાં રોજ 3-4 હજાર જેટલો વધારો નોંધાયો. પરિણામે, 12 જાન્યુ સુધીમાં એક્ટિવ કેસનો આંકડો વધીને 43726 સુધી પહોંચી ગયો, જ્યારે 51 દર્દીનો વેન્ટિલેટરની જરૂર પડી હતી.