1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (12:37 IST)

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એનઆરઆઇનું દાન સ્વિકારવાનું બંધ થઈ ગયું

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આવકની દૃષ્ટીએ રાજયનુ પ્રથમ ધાર્મિક સ્થાન છે. અને દેશભરના વધુ આવકો ધરાવતા સ્થાનોમાં પણ તેની ગણના થાય છે.મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓ દ્વારા એફસીઆરએને સમયસર રીન્યુ ન કરાતા ભારત સરકારના નાણાં મંત્રાલયે મંદિર ટ્રસ્ટનું  એનઆરઆઇ ખાતુ બંધ કરી દીધુ હતુ.
આ અંગે નાણા મંત્રાલય દ્વારા વારંવાર નોટીસ આપવા છતાં ટ્રસ્ટના બેદરકાર સત્તાવાળાઓએ ધ્યાન ન આપ્યુ અને ખાતુ બંધ થઈ જવાથી મંદિર ટ્રસ્ને લાખો કરોડો રૃપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો સત્તાવાળાઓએ ધ્યાન ન આપ્યુ અને ખાતુ બંધ થઈ જવાથી મંદિર ટ્રસ્ને લાખો કરોડો રૃપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો અને દંડ પેટે નાણા મંત્રાલયને પાંચ લાખથી પણ વધુ રકમનો દંડ ટ્રસ્ટે ભરવો પડશે. આના માટે જવાબદાર એવા અધિકારી સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે ઉડી તપાસનો વિષય છે. મંદિર ટ્રસ્ટમાં કાયમી વહીવટદાર ન હોવા કારણે બધા મનફાવે તે રીતે વર્તી રહ્યા છે.
જેના કારણેયાત્રીકોમાં મંદિર વિશેની ખોટી છાપ ઉભી થાય છે. યાત્રીકોની ફરીયાદો સાંભળનાર પણ કોઈ નથી સરકારે તાત્કાલીક ધોરણે કાયમી વહીવટદાર મુકે તેવી માંગ યાત્રીકોમાંથી ઉઠવા પામેલ છે. એફસીઆરએ રીન્યુ ન થવાના કારણે મંદિર ટ્રસ્ટને લાખો રૃપિયાનુ નુકશાન થવા પામ્યુ છે. તથા જે તે જવાબદાર અધિકારીએા બેદરકારી દાખવી છતાં તેવા અધિકારીસામે શા માટે કાર્યવાહી કરવામાં ન આવી તે ચર્ચાસ્પદ બનવા પામ્યુ છે.