રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (11:38 IST)

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Weather In Gujarat
-  ગુજરાતમાં આગામી 1થી 5 માર્ચ કમોસમી વરસાદની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સના કારણે અમદાવાદનું વાતાવરણ પણ પલટાશે
- રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો 


ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ ખાબકશે. તેમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. જેમાં આગામી 1થી 5 માર્ચ કમોસમી વરસાદની આગાહી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાદળવાયુ, આંધી, તોફાનની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમજ ઠંડા અને ગરમ પવનો એકબીજા સાથે ટકરાતા વાતાવરણ પલટાશે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સના કારણે અમદાવાદનું વાતાવરણ પણ પલટાશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવનો ફૂંકાશે. તેમજ 5થી 15 માર્ચ દરમ્યાન પણ વાતવરણમાં ફેરફારો થશે.રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું છે. તેમજ રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. 8 શહેરોનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નીચે ગયુ છે. તાપમાન સામાન્યથી 3 ડિગ્રી ઓછુ નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 12.1 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, રાજકોટમાં 11.9 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.