બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 માર્ચ 2021 (09:57 IST)

AMC એ શરૂ કર્યું ચેકિંગ, ખાણીપીણીની બજારો અને રેસ્ટોરન્ટ બંધ કરાવવાની અફવાથી વેપારીઓમાં ફફડાટ

રાજ્યમાં ફરીથી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. દિવાળીના સતત કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો હતો. તંત્ર દ્રારા સધન પ્રયાસો હાથ ધરી કોરોના પર કંટ્રોલ મેળવી લીધી હતો. જેના પરિણામ 100ની આસપાસ કેસ આવી ગયા હતા. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં ફરીથી 500થી વધુ કેસ નોંધાવવા લાગ્યા છે. 
 
ત્યારે સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશેન દ્રારા ખાણીપીણીની બજારો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેના લીધે ખાણીપીણીના બજારો બંધ કરાવવાની અફવા વાયુવેગે ફેલાઇ હતી. જોકે ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશેન દ્રારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ માત્ર અફવા છે. ખાણીપીણીના બજારો બંધ નહી થાય, એએમસી દ્રારા આ પ્રકારનો કોઇ આદેશ આપવામાં આવ્યો નથી. પરંતુ જો કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવશે ત્યાં યુનિટ બંધ કરાવવામાં આવશે. 
 
સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશેન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા અમદાવાદના ખાણી પીણી બજાર અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કને લઇને તપાસ કરવામાં આવી હતી અને તેમને સૂચના આપવામાં આવી હતી કે જો ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવશે તો યુનિટ બંધ કરી દેવાની મૌખિક સૂચના આપી હતી. 
 
એએમસીના આ ચેકિંગથી વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સીજી રોડ, લો ગાર્ડન, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ઘણા વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી અને શહેરમાં અફવા ફેલાઇ ગઇ હતી કે બજારો બંધ કરાવવામાં આવી રહ્યા છે. જોકે બાદ એએમસીએ ફોડ પાડ્યો હતો.  
 
એએમસીના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે બજાર બંધ કરવાની અત્યારે કોઈ વાત નથી. રાત્રિ કર્ફ્યૂનો સમય વધારવાનો કોઈ આદેશ નથી. જ્યાં ભીડ થતી હોય ત્યાં કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. લૉકડાઉન કે 8 વાગ્યા પછી બજાર બંધ કરવાની વાતને અધિકારીએ અફવા ગણાવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તો કોઈ કાર્યવાહી ન કરવા આદેશ કરાયા છે.