ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (13:20 IST)

ઓમિક્રોનના આતંક વચ્ચે રાજ્યનામાં 8 મહાનગરોમાં આજથી રાત્રિ કર્ફ્યુ, ન્યૂ ઇયર સેલિબ્રેશન પર પ્રતિબંધ

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આજથી 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે. રાત્રે 11 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુ લાગૂ થતો હોવાથી નવા વર્ષની ઉજવણી આડકતરી રીતે પ્રતિબંધ લાગી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે દેશના 12 રાજ્યોમાં ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશન પર પ્રતિબંધ લાગ્યો છે.
 
આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે 20 તારીખે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં હાલ ઓમિક્રોનના 30 કેસો છે, જ્યારે સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું.
 
સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
 
2021નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. ઓમિક્રૉનના આતંક વચ્ચે અમદાવાદમાં ક્લબોમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન નહીં થાય.સતત બીજા વર્ષે નહીં થાય 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન મોકૂફ રાખવાનું નક્કી થયું છે. રાજપથ, કર્ણાવતી સહિતની અમદાવાદની કલબોમાં થર્ટી ફસ્ટ પાર્ટીનું આયોજન નહીં કરે. વધતા કોરોના સંક્રમણને લઇ ક્લબ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે.