રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જુલાઈ 2020 (12:27 IST)

ધમણ અને માસ્ક પછી સરકારનું હવે ઇન્જેક્શન કૌભાંડ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

ગુજરાતની જનતા ભગવાન ભરોસે હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારે પહેલા ધમણ કૌભાંડ,પછી માસ્ક કૌભાંડ અને હવે ઇન્જેકશન કૌભાંડ કર્યું છે. પરિણામે સામાન્ય નાગરિકોને કોવિડ-19ના લાઇફ સેવિંગ ઇન્જેકશન મળતા નથી. ચાવડાએ કહ્યું હતું કે, દુનિયામાં કોરોનામાં ત્રીજા નંબરે પહોંચેલો આપણો દેશ પ્રચંડ મહામારી સપડાયો છે. સરકારના અણઘડ વહીવટને કારણે રોજ હજારો લોકો મોતને ભેટે છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, કોરોનામાં લાઇફ સેવિંગ માટે ઉપયોગી એવા ઇન્જેકશનની કાળા બજારી સરકારી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા થઇ રહીં છે. તેમણે એવી માગ કરી હતી કે, કોરોના મહામારીમાં  સરકાર સસ્તી અને સારી સારવાર આપે, દવા અને બાકીના સંશાધનો ઉપલબ્ધ કરાવીને નાગરિકોને લૂંટતા બચાવે. દરમિયાનમાં  તેમણે જામનગરના જોડિયા તાલુકાના લખતર ખાતેના ઉડ-2 સિંચાઇ યોજનાના અચાનક દરવાજા ખોલી નાકતા લખતર, અળગા, જોડિયા, મજૂઠ, બદનપર સહિતના આસપાસના ગામડાની હજારો એકર જમીનના પાક પર પાણી ફરી વળ્યા છે. અમિત ચાવડાના આક્ષેપનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજય સરકારે 45 હજારની કિંમતના 2083 ટોસિલિઝુમેબ અને રેમડેસિવિરના 86 વાયલ ઇન્જેકશન કોવિડના દર્દીઓને નિ:શુલ્ક આપ્યા છે. આરોગ્ય વિભાગ રાજ્યના કોઇપણ કોવિડ દર્દીની આર્થિક કે રાજકીય સ્થિતિ જોયા વિના તમામને એકસમાન સારવાર આપે છે.