રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 જુલાઈ 2020 (13:54 IST)

રાજ્યમાં પ્રથમ વાર કોરોનાના કેસ 800ને પાર, 15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા

રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 861 કેસ નોંધાયા છે, જ્યારે 15 લોકોના મોત થયા છે. સુરત જિલ્લામાં આજે ગ્રામ્ય અને શહેરના મળી 307 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં 162 કેસ નવા નોંધાયા છે, તો વડોદરા જિલ્લામાં 68, ગાંધીનગર 32,વલસાડ 28, ભાવનગર 23, રાજકોટ 20, જૂનાગઢ-ભરૂચ 19, બનાસકાંઠા 18, ખેડા-મહેસાણા 17, નવસારી 16, દાહોદ 13, જામનગર 11, આણંદ-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 10, ગીરસોમનાથ 9, અમરેલી-તાપી 8, બોટાદ 6, અરવલ્લી-કચ્છ-પાટણ 5, છોટાઉદેપુર-મોરબી 4, પંચમહાલ 3, નર્મદા-પોરબંદર 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યાનો આંકડો 39,280 પર પહોંચી ગયો છે.
 
રાજ્યમાં નવા કેસની સામે છેલ્લા 24 કલાકમાં 429 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,41,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2010 દર્દીઓના મોત થયા છે અને કુલ 27,742 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
 
વલસાડ જિલ્લામાં નવા 28 કેસ, જામનગર શહેરમાં નવા 7 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 38 કેસ, બનાસકાંઠા જિલ્લામાં નવા 18 કેસ, ખેડા અને મહેસાણા જિલ્લામાં નવા 17-17 કેસ નોંધાયા છે. અરવલ્લી, કચ્છ અને પાટણમાં નવા 5-5 કેસ નોંધાયા છે.
 
● રાજ્યમાં કુલ કેસ : 39280
 
● રાજ્યમાં કુલ મોત : 2010
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 27742
 
જિલ્લા મુજબ કેસ :
•અમદાવાદ- 22580
•વડોદરા-2836
 
•સુરત-7038
•રાજકોટ-529
•ભાવનગર-436
•આણંદ-271
•ગાંધીનગર-805
•પાટણ-263
•ભરૂચ-364
•નર્મદા-101
‌•બનાસકાંઠા-297
‌•પંચમહાલ-224
•છોટાઉદેપુર-71
•અરવલ્લી-240
•મહેસાણા-386
•કચ્છ-224
•બોટાદ-112
•પોરબંદર-22
•ગીર-સોમનાથ-107
‌•દાહોદ-116
•ખેડા-257
•મહીસાગર-165
•સાબરકાંઠા-229
•નવસારી-196
•વલસાડ-305
•ડાંગ- 07
•દ્વારકા-28
•તાપી-37
•જામનગર-309
•જૂનાગઢ-228
•મોરબી-55
•સુરેન્દ્રનગર-237
•અમરેલી-126