ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 એપ્રિલ 2021 (12:29 IST)

અમરેલીમાં આજ સાંજથી સજ્જડ લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉન

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. શુક્રવારે કોરોનાના કેસ 8920 નોધાયા હતા. જ્યારે આજે તમામ રેકોર્ડ તોડતાં કોવિડ 19ના 9541 કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
અમરેલીમાં આજ સાંજથી સજ્જડ લોકડાઉન
સમગ્ર શહેરમાં સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન 
અમરેલી વેપારી મહામંડળનો નિર્ણય
દુધ,ફ્રુટ,શાકભાજી,કરિયાણાને બપોરે 1 વાગ્યા સુધી છુટ
આજ સાંજથી શહેર એક સપ્તાહ માટે રહેશે બંધ
 
અત્યાર સુધીમાં 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,01,70,544 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.