શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 એપ્રિલ 2021 (10:49 IST)

કોરોના કંટ્રોલ કરવા માટે ફરીથી લાગશે લૉકડાઉન? જાણો અમિત શાહનો જવાબ

દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલૂ છે. બીજી લહેરે આખા દેશમાં વિનાશ મચાવ્યો છે. અને આવું પહેલીવાર જ્યારે ભારતમાં એક દિવસમાં 2.60 લાખથી વધારે કોરોના કેસ સામે આવ્યા છે. કોરોનાની વધતા આ 
ખતરનાક તીવ્રતાને જોતા એક વાર ફરીથી દેશમાં લૉકડાઉનની પોકાર સંભળાય છે અત્યારે દેશની આશરે 57 ટકા વસ્તીની પ્રતિબંધ હેઠળ છે. પણ જે રીતે કોરોના બેકાબૂ થયો છે. ત્યારે સરકાર પાસે એકમાત્ર 
વિક્લપ લૉકડાઉન છે. પણ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સાફ કરી દીધું કે દેશમાં કોઈ ઉતાવળમાં લૉકડાઉન નહી થશે અને હાલ આવી સ્થિતિ પણ નહી જોવાઈ રહી છે. 
 
એક ઈટરવ્યૂહમાં અમિત શાહથી પૂછાયો કે ગયા વર્ષેની રીત કોરોનાને નિયંત્રિત કરવા માટે શું લૉકડાઉન જ વિક્લ્પ છે? શાહએ કીધુ  કે અમે ઘણા સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છે. શરૂઆતમાં લૉકડાઉનનો 
ઉદ્દેશ્ય જુદો હતો. અમે બેસિક ઈંફ્રાસ્ટ્રકચર અને સારવારની રૂપરેખા તૈયાર કરવા ઈચ્છતા હતા. ત્યારે અમારી પાસે કોઈ દવા કે વેક્સીન નહી હતી. હવે સ્થિતિ જુદી છે. તેમ છતાં અમે મુખ્યમંત્રીઓ સાથે  વાત કરી રહ્યા છે. ગમે તે સંમતિ હોય અમે તે મુજબ આગળ વધીશું. પણ ઉતાવળમાં લૉકડાઉન નહી લગાવીશું.