ધમકી: અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવને જોખમ, CRPF એ જાહેર કર્યું

amit shah
Last Modified મંગળવાર, 6 એપ્રિલ 2021 (14:26 IST)
મુંબઈથી મોટા સમાચાર આવી રહ્યા છે. સીઆરપીએફને એક ઇમેઇલ મળ્યો છે. મેલમાં લખ્યું છે કે, આગામી દિવસોમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યા કરવામાં આવશે. મેલ આવ્યા બાદ સીઆરપીએફ અને અન્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જોખમમાં છે. મુંબઇ સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળની મુખ્ય કાર્યાલયને એક મેલ મળ્યો છે. તેમાં જણાવાયું છે કે, આગામી દિવસોમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હત્યા કરવામાં આવશે. મેલમાં લખ્યું છે કે ધાર્મિક સ્થળે બંનેનો નાશ કરવામાં આવશે. મેઇલ આવ્યા બાદથી સીઆરપીએફ અને અન્ય એજન્સીઓ એલર્ટ પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીઆરપીએફને મંગળવારે સવારે આ મેઇલ મળ્યો હતો.


આ પણ વાંચો :