ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જાન્યુઆરી 2024 (08:06 IST)

અમદાવાદના બાવળામાં 8 વર્ષની બાળકીને 5 શ્વાને ચૂંથી નાખી

dog bite news
Dog bite- અમદાવાદમા એક વાર ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે.  બાવળા તાલુકાના રૂપાલ ગામમાં 8 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યો હતો.

5 જેટલા શ્વાને બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.  જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી હતી. રખડતા શ્વાનોએ બાળકીના પીઠ, હાથ સહિતના વિવિધ ભાગોમાં બચકા ભર્યા છે.

કૂતરાઓ ઝૂંડમાં હોય ત્યારે બાળકો પર હુમલો કરતા હોય છે. સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં ખાસ શ્વાનથી કરડવાના જે કેસો આવે છે એના માટે અલગ જ જગ્યા બનાવવામાં આવી છે. જ્યાં ઇન્જેક્શન અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.